કાર્યવાહી:નલિયામાંથી રઝળતો મળેલો માનસિક દિવ્યાંગ 15 વર્ષ પછી ઘરે પહોંચ્યો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી

નલિયામાંથી મળેલો માનસિક દિવ્યાંગ 15 વર્ષ પછી ઘરે પહોંચ્યો હતો. પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી.ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાનાં સાંગીપુર તાલુકાનાં મુરેની ગામનો 45 વર્ષિય કેદારમુરેની વર્મા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી, અને ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનીયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવરને માત્ર 1 મહિના પહેલાં તે નલિયાથી મળ્યો હતો.

નલીયાનો પણ તે થોડા દિવસનો મહેમાન બન્યો. અને ચકરા પાસે ચાની હોટલને તેણે આશ્રયસ્થાન બનાવ્યું હતું. ત્યારે તેની ઉંમર 60 વર્ષથઈ ચૂકી હતી. નલીયાથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ. ભુજ માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડો. જે.વી. પાટનકરની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલજેપારે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા. તેમનો પરિવાર અાખરે ભુજ દોડી અાવ્યો હતો.

ભુજ આવ્યા પછી પિતા-પુત્રોનું 15 વર્ષ પછી થયેલા મિલને એક-બાજુ હર્ષ અને બીજી બાજુ દુઃખનાં આંસુ સાર્યા. કચ્છ યુનિર્વસીટી મધ્યે યોજાયેલ પાન ઈન્ડીયા લીગલ અવરનેશ કાર્યક્રમમાં ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં વર્માને તેના પુત્રોને સુપ્રત કરાયો હતો. પુત્રો રામમનોહર અને રામપ્રકાશે ખુશી અનુભવી ડી.એસ.એલ. તથા માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...