તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:જુલાઇમાં પરીક્ષા તારીખ નક્કી કરવા કચ્છ યુનિવર્સિટીમાં બેઠક મળશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમેસ્ટર 6ના છાત્રોની પરીક્ષા પણ લેવાશે

રાજય સરકા તરફથી કોરોના મહામારીના કારણે ઇન્ટરમિડિટયર સેમેસ્ટરના છાત્રોને મેરિટ બેઈઝ પ્રમોશન અાપવાની જાહેરાત કર્યા બાદ કચ્છ યુનિવર્સિટીના સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા જુલાઇના પ્રથમ સપ્તાહમાં લેવાની વાત સામે અાવી હતી. હવે, જુલાઇ માસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તારીખ નક્કી કરવા માટે બેઠક મળશે જેમાં અોફલાઇન-અોનલાઇન તેમજ બેઠક વ્યવસ્થા સહિતના નિર્ણય લેવામાં અાવશે.

કચ્છ યુનિવર્સિટીના વાણિજય, વિનિયન અને વિજ્ઞાન-વિદ્યાશાખાના સેમેસ્ટર 2 અને 4ના છાત્રોને મેરિટ બેઈઝડ પ્રમોશન અપાયો છે, જેમાં 14 હજાર છાત્રોનો સમાવેશ થાય છે. તો સ્નાતક કક્ષાના સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઅોની પરીક્ષા અોનલાઇન કે અોફલાઇન વિકલ્પથી લેવામાં અાવશે. પરીક્ષા સંભવત: જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં લેવાશે તેવી વાત સામે અાવી હતી. અાંતરીક સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છ યુનિવર્સિટીમાં તારીખ નક્કી કરવા માટે બેઠક બોલાવાશે જેમાં પરીક્ષાને લગતા અનેક નિર્ણય લેવામાં અાવશે.

નોંધનીય છે કે, ગત વર્ષે પણ પ્રમોશ અાપવામાં અાવ્યું હતુ તેવા છાત્રોને અેટીકેટી અાવી છે તો અા વર્ષે પણ પ્રમોશનમાં તેમને અેટીકેટી અાવે તે સ્વાભાવિક છે. અાંતરીક મુલ્યાંકનના 50 ટકા અને અગાઉના સેમેસ્ટરના 50 ગુણના અાધારે ટકાવારી ગણી પ્રમોશન અાપવામાં અાવશે જેથી અમુક છાત્રોની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. અેટીકેટીના પ્રશ્ન અંગે કચ્છ યુનિવર્સિટી તરફથી કોઇ યોગ્ય નિર્ણય લઇ વિદ્યાર્થીઅો સમક્ષ મુકવામાં અાવે જેથી તેમની મુંઝવણ દુર થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...