ભાજપમાં કમઠાણ:ગુરૂવારે ભાજપના નગરસેવકોની બોલાવેલી બેઠકમાં તડાફડીના એંધાણ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામને લઇને કેટલાક સભ્યો અવાજ ઉઠાવે તેવી વકી

ગાંધીધામ નગરપાલિકામાં 47 જેટલી બેઠકો મેળવ્યા પછી ઇતિહાસમાં વિક્રમ નોંધાયો હતો. ભાજપ હરખઘેલું થયું હતું અને આવી સ્થિતિમાં પોતાના ભારથી જ ભાજપમાં કમઠાણ શરૂ થઇ ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે. અંદરોઅંદરની ખટપટની સાથે વાતાવરણમાં આમને સામને આક્ષેપો થઇ રહ્યા છે. આવા સંજોગોમાં આવતી કાલે જિલ્લાના હોદ્દેદારોની હાજરીમાં ભાજપના નગરસેવકોને તેડું મોકલવામાં આવ્યું છે. શહેર ભાજપના કાર્યાલય પર યોજાનાર બેઠકમાં કેટલાક સનિષ્ઠ સભ્યો પક્ષના અહિત અને લોકોના કામો અટવાઇ રહ્યા છે તે સહિતનામુદ્દે અવાજ ઉઠાવે તેવી શક્યતાના પગલે દિવાળી પહેલા જ તડાફડી બોલે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રોના દાવા મુજબ ભાજપના રાજકારણને લઇને અનેકવિધ સમસ્યાઓ ઉભી થઇ રહી છે. કેડરબેઝ પાર્ટીમાં સંગઠનનો પણ કેટલોક વાંક હોવાને લઇને પણ આ બાબત વધુ વકરી રહી છે. લોકોના કામો અટવાતા વિધાનસભાની ચૂંટણીમાં પહેલા જો યોગ્ય કામો નહીં થાય તો પરીસ્થિતિ વિકટ બનશે અને લોકોના મત લેવા જતા અચકાવું પડેતેવી સ્થિતિ પણ ઉભી થાય તેવી દહેશત ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે, આ બેઠકમાં કઇ દશા અને દિશા નક્કી થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...