તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • A Married Woman From Dharesi Village In Lakhpat Taluka Was Reunited With Her Relatives After She Went Missing From Home.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:લખપત તાલુકાના ધારેસી ગામની પરિણીત મહિલા ઘરેથી ગુમ થયા બાદ પોલીસને મળી આવતા પરિજનો સાથે મિલાપ કરાવ્યો

ભૂજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડી રાત્રી સુધી પરિવારજનોએ શોધખોળ આદરી હતી
 • સોસિયલ મીડિયામાં ગુમ થયેલી મહિલાની વિગતો સેર કરી હતી

લખપત તાલુકાના ધારેસી ગામની એક પાટીદાર સમાજની મહિલા પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર બહાર નીકળી ગઇ હતી. જેની ખબર પરિવારના સભ્યોને થતાં મોડી રાત સુધી મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ આ મહિલાની કોઈજ ભાળ મળી નહોતી તેથી સોશિયલ મીડિયા પર તેના ફોટો સાથેની વિગતો સેર કરવામાં આવી હતી.

અલબત્ત બીજી તરફ નરા પોલીસ મથકના પીએસઆઇ એ.એમ.પરમાર રાત્રીના સમયે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ફોન મારફત બાતમી મળી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા શંકાસ્પદ રીતે ફરી રહી છે. તેથી પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી અને ઓડી વાંઢ નજીકની સીમમાંથી ગુમ થયેલી મહિલાને શોધી લીધી હતી. જોકે પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ મહિલાએ પોતાનું નામ સરનામું ન જણાવતા નરા પોલીસ મથકે લઈ આવવામાં આવી હતી. જ્યાં તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે ધારેસી ગામની છે અને પોતાનું ઘરમાં મન ન લાગતું હોવાથી ઘરે કોઈને કાઈ કહ્યા વીના નીકળી ગઇ હતી.

તપાસ બાદ પોલીસે બીજા દિવસે સવારે પરિવારજનોને નરા પોલીસ મથકે બોલાવી મહિલાનો પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઇ પરમાર સાથે સ્ટાફના દસરથભાઈ, મહેન્દ્રભાઈ, મહિલા પોલીસના મીણાબેન, જિજ્ઞાબેન, ચાર્મિબેન વગેરે જોડાયા હતા પરિવારે પીલીસ પ્રસાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો