પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે ભુજ તાલુકાના ભખરીયા ગામ તરફ જતા રોડ પરથી જતવાંઢના શખ્સને દેશી બંદુક તથા એક મોબાઇલ સાથે ઝડપી પાડી વધુ તપાસ કરી છે. એસઓજીના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર એ.આર.ઝાલાની ટીમના સભ્યોએ બાતમીના આધારે ભખરીયા ગામ તરફ જતા રોડ પર બંધ ડામર પ્લાન્ટની પાછળની ઝાડીમાં ફરતા જતવાંઢના સુમાર હુશેન જત (ઉ.વ.37)ને પકડી પાડ્યો હતો. તેના કબજામાં રહેલી એક હજારની કિંમતની દેશ બનાવટની બંદુક અને રૂપિયા 500ની કિંમતનો મોબાઇલ કબજે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.