તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નલિયામાં 41 હજારના ચોરાઉ સોના ચાંદીના દાગીના સાથે શખ્સ પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસોઅજીએ ઘરેણા ઉપરાંત ગેસની બોટલ અને ઇલેક્ટ્રીક મોટર સહિત 44 હજારનો માલ કબજે કર્યો

પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપ્રેશન ગૃપે બાતમીના આધારે અબડાસા તાલુકાના નલિયા ગામેથી યુવાનને 41 હજારના સોના ચાંદીના ઘરેણા અને ઇલેકટ્રીક મોટર તેમજ ગેસ સીલીન્ડર સહિત 43,820ના મુદામાલ સાથે અટક કરી વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નલિયાના ખોના ફળિયામાં રહેતા ભાવેશ લાખિયારજી દલ (ઉ.વ.26)ને એસઓજીની ટીમે અટકાયત કરી છે. તેના કબજામાં રહેલા અને શંકાસ્પદ જણાઇ આવેલા છડકપટથી મેળવેલા સોના-સાંદીના દાગીના 41,820ના દાગીના અને 2 હજારનો ગેસ સીલીન્ડર, તેમજ એક હજારની ઇલેકટ્રીક મોટર મળી આવી હતી.

આ અંગે પકડાયેલા યુવાન પાસે કોઇ આધાર પુરાવા ન હોવાથી તેને સીઆરપીસી કલમ 102 મુજબ અટકાયત કરીને મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એ.આર.ઝાલા સાથે એએસઆઇ ઘનશ્યાસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, જોરાવસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

મળી આવેલ મુદામાલ
સોનાના બુટીયા જોડ-1, રૂપિયા 17,500, ચાંદીના પટા જોડ રૂપિયા 850, ચાંદીનો જુડો 1 રૂપિયા 300, ચાંદીની પોંચી-1 કિંમત 1,000, ચાંદીનો સિક્કો રૂપિયા 350, સોનાની વીંટી નંગ બે કિંમત રૂપિયા 12 હજાર, ચાંદીની છતર નંગ 5 કિંમત 1,200, રૂપિયા 1,420નો સોનાનો ઓમકાર, ચાંદીના સાંકળા કિંમત 6,200, તેમજ બે હજારનો ગેસ સીલીન્ડર બાટલો, ઇલેકટ્રીક મોટર કિંમત 1 હજાર મળીને 43,820નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...