તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રૂદ્રાણી બસ સ્ટોપ પાસે જીપમાં 85 હજારનો શરાબનો જથ્થો લઇ જતો શખ્સ ઝડપાયો

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
દારૂ સાથે ઝડપાયેલો આરોપી. - Divya Bhaskar
દારૂ સાથે ઝડપાયેલો આરોપી.
 • LCBએ 225 નંગ શરાબની બોટલ, બોલેરો ગાડી, અને મોબાઇલ સહિત 3.36 લાખનો મુદામાલ કબજે કર્યો

ભુજ ખાવડા રોડ પર એલસીબીએ બાતમીને આધારે રૂદ્રમાતા બસ સ્ટોપ પરથી બોલેરો જીપનો પીછો કરીને રૂપિયા 85,860ની કિંમતની વિવિધ બ્રાન્ડની કુલ 225 દારૂની બોટલો સાથે ભુજના યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી દારૂનો જથ્થો, અઢી લાખની બોલેરો જીપ અને એક મોબાઇલ મળીને 3,36,360નો મુદામાલ કબજે કરીને બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શેખપીરથી માધાપર તરફ દારૂનો જથ્થો ભરીને એક જીપ આવતી હોવાની એલસીબી શાખાને મળેલી બાતમીના પગલે પોલીસ ટીમે બાતમી મુજબ વોચ ગોઠવતાં શેખપર તરફથી આવતી બોલેરો જીપને રોકવાનો પ્રયાસ કરતાં બોલેરો જીપનો પોલીસને જોઇને હંકારી ગયો હતો.

દરમિયાન પોલીસ ટુકડીએ બોલોરો જીપનો પીછો કરીને ખાવડા રોડ પર રૂદ્રમાતા બસ સ્ટેશન નજીકથી ઝડપી લીધી હતી. બોલોરો જીપમાંથી રૂપિયા 85,860ની 225 નંગ દારૂની બોટલો સાથે ભુજના જુની રાવલવાડી ખાતે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બહાદુરસિંહ ઝાલાને પકડી લીધો હતો. તેના કબજામાંથી અઢી લાખની બોલેરો જીપ તેમજ એક મોબાઈલ સહિત કુલ્લ 3,36,360નો મુદ્દામાલ કબજે લઇ બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો