તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં શાકભાજી લેવા જતી મહિલાને શખ્સે છરી મારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકમામાં મારામારીના 3 બનાવોમાં 8 ઘાયલ 8 સામે નોંધાયો ગુનો
  • નખત્રાણાની પરણિતાને ભુજમાં શખ્સે માર માર્યો

ભુજ તેમજ માધાપર હાઇવે અને કુકમા ગામે બનેલા અલગ અલગ મારા મારીના 5 બનાવમાં બે મહિલા સહિત 10 લોકોને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 9 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં રામનગરી વિસ્તારમાં રહેતા રતનબેન ખીમજીભાઇ વાઘેલા (ઉ.વ.45) બુધવારે સવારે શાકભાજી લેવા જઇ રહ્યા હતા ત્યારે શક્તિ હોટલ પાસે પરેશ નાનજી વાઘેલા નામના શખ્સે મહિલા સાથે બોલાચાલી કરી ધુંબો મારીને હાથની આંગણીમાં છરીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

તો, નખત્રાણા ખાતે પારસનગરમાં રહેતા રમીલાબેન પ્રફુલભાઇ મારૂ (ઉ.વ.38)ને ભુજ માધાપર હાઇવે પર કમલેશ વર્મા નામના યુવકે જુની અદાવતમાં માથા પર પથ્થર તથા ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે કુકમા ગામે અલગ અલગ મારા મારીના બનાવોમાં કુકમા ખાતે વૈભવનગરમાં રહેતા પુનિતભાઇ હરીભાઇ પલણ (ઉ.વ.29)ને પ્લોટના ભાવ ઘટી જવા મુદે પરેશભાઇ માધાભાઇ આહિર, અરવિંદભાઇ રામજીભાઇ આહિર, સુરેશભાઇ દેવજીભાઇ ચાવડાએ પટ્ટાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની ગાડીમાં તોડફોડ કરી નૂકશાન પહોંચાડ્યું હતું.

તો, પુનિતભાઇ હરીભાઇ પલણ અને નીરવભાઇ હરીભાઇ પલણ તેમજ તેમના પિતા હરીભાઇ પલણ ત્રણેય મળીને નિમેશગીરી હરેશભાઇ ગોસ્વામી (ઉ.વ.21)ને અફવા ફેલાવવાની શંકા રાખીને ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય બનાવમાં કુકમા મહેશ્વરીવાસમાં રહેતા સામજીભાઇ અરજણભાઇ મહેશ્વરી (ઉ.વ.40)ને કોઇ છોકરીઓની બાબતે નીતિન ઢંઢોરીયા, અને રાહુલ ઢંઢોરીયાએ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે કુકમા ગામે વણકરવાસમાં વાડામાં ભેંસનું છાણ નાખવા મુદે ગોવિંદભાઇ રૂપાભાઇ વણકર (ઉ.વ.56), રોહિત વિનોદભાઇ વણકર (ઉ.વ.20), અને વિવેક વિનોદભાઇ વણકરને રમેશ મનજીભાઇ મારવાડાએ માર મારીને ઇજા પહોંચાડતાં ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. પોલીસે બનાવોની નોંધ લઇ આરોપીઓ વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...