કાર્યવાહી:કોડકી રોડ પર ગૌવંશ લઇ જતો ગાંધીનગરીનો શખ્સ પકડાયો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાછરડાને પાંજરાપોળ મોકલી ત્રણ સામે ગુનો

શહેરના કોડકી રોડ રેલવે ફાટકથી છોટાહાથી વાહનમાં અેક શખ્સ વાછરડાને લઇ જવાની બાતમી અાધારે અેલસીબીઅે અેક વાહનને રોકાવી ચેક કરતા વાછરડો લઇ જતો હોવાનું ધ્યાને અાવ્યું હતું. વાછરડા અંગે કોઇ અાધાર-પુરાવા ન મળતા તેની સામે ગુનો દર્જ કરી વાછરડાને પાંજરાપોળના હવાલે કર્યો હતો.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અેલસીબીની ટુકડીઅે બાતમી મળી હતી કે કોડકી રોડ ફાટક પાસેથી વાછરડાને લઇને અેક શખ્સ ભુજ તરફ જઇ રહ્યો છે જેથી પોલીસે અેક છોટાહાથીને ઉભો રખાવ્યો હતો જેમાં વાછરડો મળી અાવ્યો હતો. રફીક અમીનભાઇ ચાકી (રહે. ગાંધીનગરી,ભુજ)વાળા પાસેથી વાછરડા અંગે કોઇ અાધાર-પુરાવા કે કાંઇ યોગ્ય જવાબ ન મળતા તેની અટક કરવામાં અાવી હતી.

પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવા અધિનિયમ તળે રફીક ચાકી, મજીદ બકાલી અને ઇમરાન સમા (રહે. ત્રણેય ભુજ)વાળા સામે ગુનો નોંધી મજીદ અને ઇમરાનને શોધવા ચક્રોગતીમાન કર્યા હતા. પોલીસે વાછરડાને પાંજરાપોળના હવાલે કરી છોટહાથી કિંમત 50 હજાર અને અેક મોબાઇલ કિંમત 5 હજાર મળી કુલ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...