કચ્છી ઊંટની માંગ:કોઇમ્બતૂરના વ્યક્તિ દ્વારા પ્રતિ 42 હજારના લેખે ચાર કચ્છી ઊંટ ખરીદ્યા

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંટની સાથે કચ્છના માલધારીઓ પણ તામિલનાડૂ પહોંચ્યા

કચ્છી ઊંટની માંગ દેશના અન્ય રાજ્યોમાં પણ હવે થવા લાગી છે. તાજેતરમાં અબડાસા અને નખત્રાણાના ગામોમાંથી ચાર કચ્છી ઊંટની ખરીદી કરવા તામિલનાડૂના કોઇમ્બતુરથી લોકો અાવ્યા હતાં. અને પ્રતિ 42 હજાર લેખે ચાર ઊંટની ખરીદી કરવામાં અાવી હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન, પશુપાલન વિભાગ અને સહજીવન દ્વારા સરહદ ડેરી સાથે રહી કચ્છ માં ઊંટડીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરેલી છે. જેના કારણે ઊંટડીનું દૂધનો મહત્વ લોકો સમજવા લાગ્યા છે.

આજે પ્રતિ દિવસ 4000 લિટર ઊંટડીના દૂધનો વેચાણ થાય છે. દૂધના ઓવષધિય ગુણોની જાણ અન્ય રાજ્યો માં લોકોને સમજવા લાગ્યા છે. કચ્છી ઊંટમાં અન્ય નસલ કરતાં દૂધ સારા પ્રમાણમાં હોય છે એવું નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ, બિકાનેરના વૈજ્ઞાનિક ડો. વેદ પ્રકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર અાવ્યું છે.

સંશોધનમાં પ્રતિ દિવસ 12 લિટર જેટલુ દૂધ કચ્છી ઊંટડી આપે છે તેવુ સાબિત થયું છે. ઊંટડીના દૂધ માટે કોઇમ્બતુરથી કચ્છ આવેલા મનિકંદનને અેનઅારસીસી દ્વારા કચ્છમાંથી કચ્છી નસલની ઊંટ ખરીદવા જણાવ્યું હતું. તેણે સંગઠન સાથે મળી અહીથી ઊંટ લઈ જવા તમામ નિયમો પ્રમાણે પરવાનગી મેળવી હતી.

અબડાસાના દબાણ અને નખત્રાણાના ગંગોણમાંથી 4 ઊંટડીની ખરીદી કરી હતી. અા વ્યક્તિઅે પ્રતિ ઊંટડીના 42 હજાર અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનને સહયોગ બદલ ચાર હજાર આપ્યા હતા. અા ઊંટને કોઇમ્બતુર લઈ જવામાં અાવ્યા હતા. નવાઇની વાત અે રહી કે ત્યાં રહી ઊંટડીની દેખભાળ માટે સ્થાનિક માલધારી પણ સાથે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...