તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરતીકંપ:છ દિવસ બાદ ભચાઉ પાસે પરોઢીયે 3.3ની તીવ્રતાનો આંચકો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં અન્ય એક હળવું કંપન પણ નોંધાયું

કચ્છમાં નાના-મોટા આંચકાનો સીલસીલો જારી રહ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારે ભચાઉ નજીક બે આંચકાથી ધરા ધણીધણી હતી. છ દિવસ બાદ ફરી ભચાઉ પાસે સમાન તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. રવિવારે પરોઢે 6.6 કલાકે ભચાઉથી 12 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 3.3ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. બે કલાક અગાઉ એટલે કે, સવારે 4.7 કલાકે પણ ભચાઉથી 11 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 1.5ની તીવ્રતા સાથે હળવો આંચકો નોંધાયો હતો. છ દિવસ અગાઉ ભચાઉ નજીક 3.3ની તીવ્રતા સાથે ધરામાં સળવળાટ જોવા મળ્યો હતો. તા.14/9ના બપોરે 12.43 કલાકે 3.3 સાથે આવેલા કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં રહ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો