ભૂકંપ:માવઠાના માહોલ વચ્ચે દુધઇ પાસે 3ની તીવ્રતાનો આંચકો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભચાઉ તાલુકાના બાનિયારીમાં નોંધાયું કેન્દ્રબિંદુ

માવઠાના માહોલ વચ્ચે ભચાઉ તાલુકાના દુધઇ નજીકની ધરા 3ની તીવ્રતાના આંચકા સાથે ધ્રુજી હતી. કચ્છમાં તા.7-1, શુક્રવાર સુધી કમોસમી વરસાદની અાગાહીના પગલે છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે તે વચ્ચે ગુરુવારના સવારે ભચાઉ તાલુકાના દુધઇ નજીક 3ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી હતી. સવારે 6.46 કલાકે દુધઇથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 9 કિ.મી.ના અંતરે અાવેલા અાંચકાનું કેન્દ્રબિંદુ 23.389 અક્ષાંશ, 70.163 રેખાંશ સાથે 12.9 કિ.મી.ની ઉંડાઇઅે બાનિયારી ગામમાં કેન્દ્રિત થયું હતું.

કચ્છમાં 2001માં અાવેલા વિનાશક ભૂકંપ બાદ મુખ્ય વાગડ ફોલ્ટલાઇન ફરી સક્રીય થઇ છે અને રાપર, ભચાઉ, દુધઇ, ધોળાવીરા સહિતના પંથકમાં સમયાંતરે અેકથી લઇને 2.5 સુધીના કંપન જારી રહ્યા છે તેવામાં ગુરૂવારે ફરી 3ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેની અસર બાનિયારી, દુધઇ ઉપરાંત તેની અાસપાસના ગામોમાં વર્તાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...