કોરોના સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉન સહિતના પગલા બાદ નાના ધંધાર્થીઅો તૂટી પડ્યા હતા. જેમને અાત્મ નિર્ભર પ્રધાન મંત્રી લોન અાપવાની યોજના બની છે, જેમાં ભુજ નગરપાલિકાની અેન.યુ.અેલ.અેમ. શાખામાંથી 1500 લોકોઅે અરજી કરી હતી અને 280 લોકોઅે નિયમિત ભરપાઈ કરી હતી, જેથી અેમને અત્યાર સુધી કુલ 1 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે.
અેન.યુ.અેલ.અેમ. શાખાના મેનેજર કિશોર શેખાઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, શેરી ફેરીયાઅોને પ્રથમ 10 હજાર રૂપિયાની લોન અપાઈ હતી. જેમણે હપ્તા નિયમિત ભરી ચૂકવવાપાત્ર પૂરેપૂરી રકમ ચૂકવી દીધા હતા, જેથી તેમણે ફરીથી 20 હજાર રૂપિયાની લોન મળી હતી.
અામ, અત્યાર સુધી 1500 વ્યક્તિઅે અરજી કરી હતી, જેમાંથી 280 વ્યક્તિઅે નિયમિત હપ્તાની ભરપાઈ કરી બીજી લોનનો પણ લાભ લીધો હતો. નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, હવે 50000 રૂપિયાની લોન મળે અેવી યોજના અાવવાની શક્યતા છે. અલબત્ત હુજ સુધી સરકાર તરફથી કોઈ જાણ કરાઈ નથી. પરંતુ, નિયમિત હપ્તા ભરનારાને વધુને વધુ લાભ મળે અેવી પૂરેપૂરી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.