વિશ્વ ખાધ સલામતી દિન:એવું એક દવાખાનું જ્યાં ડોકટર તમે, નર્સ અને કંપાઉંડર પણ તમે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આહારશાસ્ત્રીએ વિશ્વ ખાધ સલામતી દિને આપી રસોડાની માહિતી

આપણાં ઘરમાં જ આપણું દવાખાનું છે. એ નાની પરંતુ, વ્યવસ્થિત ઈલાજ કરતી હોસ્પિટલના ડોક્ટર પણ તમે છો, નર્સ પણ તમે છો અને કંપાઉંડર પણતમે જ છો........એ દવાખાનાનું નામ છે આપણાં ઘરનું રસોડુ. જ્યાં દરેક પ્રકારનો ઈલાજ થઈ શકે છે. હાલમાં આપણે જેવા વાતાવરણમાં રહીએ છીએ ત્યાં તાવ, શરદી, પેટદર્દ, જેવા અનેક રોગો શક્ય છે. પરિણામે હોસ્પિટલના દરવાજા ઘસીએ છીએ. ત્યારે આપણાં રસોડામાં શું છે, કિચન સ્વચ્છ કેમ રાખવું? વિગેરે અંગે જી.કે. જનરલ હોસ્પિટલના આહારશાસ્ત્રીએ 7મી જૂનના રોજ યોજાતા વિશ્વ ખાધ સલામતી દિને ટિપ્સ આપી છે.

હોસ્પિટલના આહારશાસ્ત્રી વંદનાબેન મેસુરાણીએ કહ્યું કે, દૈનિક જીવનમાં ઉપયોગી એવા મારી-મસાલાઑ આપણાં રસોડામાં છે. જે માત્ર સ્વાદ વધારવા જ નહીં પરંતુ, અનેક બીમારીઓ દૂર રાખવા માટે કામ આવે છે. તેથી જો તેના ગુણધર્મ જાણી લે તો એ આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, સૂંઠ અને આદુ ત્રિદોષ નાશક છે. તે અતિસાર, હરદાયરોગ અને પેટની બીમારીથી બચાવે છે. જીરું પણ લોહતત્વ માટે ઉપયોગી છે. તેમાં ફાઈબર હોય છે, લવિંગ પાચનતંત્ર માટે અને દાંત માટે આવશ્યક છે.

લવિંગમાં પ્રોટીન, આયર્ન, ઉપરાંત ખનીજ છે. મગજ અને રોગપ્રતિકારક શક્તિ માટે અજમો પણ ઉપયોગી છે. આ ઉપરાંત વરિયાળી, હિંગ, જાયફળ અને હળદરનો ઉપયોગ કોરોનાકાળમાં દરેક જાણે છે. તજ,ધાણાનું પણ એવું જ છે. આ મરીમસાલા અનાજ વિગેરેની સાથે સ્વચ્છતા પણ આવશ્યક છે.

રસોડાની સંભાળ રાખવી પણ આવશ્યક છે. તૂટેલા-ફૂટેલા વાસણો રાખવા નહીં જેથી જંતુઓ જમા થાય, કિચનમાં ધૂમ્રપાન થવું ન જોઈએ. હવાની અવરજવર થવી જોઈએ. રસોડાની સાફસફાઇ માટે વપરાતા પોતા-પોછાને દર બે મહિને બદલી નાખવા જરૂરી છે. ઉપરાંત રસોઈ વારેઘડીએ ગરમ નહીં કરવી.

અન્ય સમાચારો પણ છે...