તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:6 લાખના દાડમ લઇ ફરાર થનાર હરિયાણાનો ટેમ્પો ચાલક પકડાયો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટરને ફોન કરી વર્દી મેળવી વાડીએથી માલ લઇ ફરાર

ભુજના ટ્રાન્સપોર્ટરને ખેડુતે ફોન કરી જયપુર દાડમ મોકલવા ગાડી જોઇતી હોવાની વાત કરતા એક હરિયાણા પાસિંગ ટેમ્પોના ચાલકને ટ્રાન્સપોર્ટરે વર્દી આપી હતી, રતનાલ ગામે દાડમની વાડીએથી માલ ભરી ચાલક ફરાર થઇ જતા 15 દિવસ પૂર્વે પદ્ધર પોલીસ મથકે છ લાખ રુપિયાનો માલ ભરી ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલક સામે છેતરપિંડીનો ગુનો નોંધાવાયો હતો.

પદ્ધર પોલીસ મથકે અમરસિંહ પદમસિંહ જાડેજાએ નોંધાવેલી ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી, ગત ૧૩ જુને હીરાલાલ પટેલના દાડમ જયપુર મોકલવા ટેમ્પો ભાડે જોઇતો હોઇ હરિયાણા પાસિંગના ટેમ્પો ચાલકને વર્દી અપાવી હતી. શકીર મોંહમદ નામના ટેમ્પો ચાલકને રતનાલ પાસે આવેલી વાડીએ મોકલી દાડમ લોડિંગ કરાવી માલ જ્યાં પહોંચાડવાનો હતો ત્યા ન પહોંચતા ડ્રાઇવરને ફોન કર્યો હતો પણ ફોન બંધ આવતા તપાસ કરી હતી.

ટેમ્પો ચાલક ગુમ થઇ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી તેની સામે છ લાખના દાડમનો જથ્થો ગુમ કરી નાસી જવા બદલ ફોજદારી નોંધાવાઇ હતી. પદ્ધર પોલીસે છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં લખનાૈ રોડ પરથી અાઇસર ટેમ્પોમાં 1335 દાડમની પેટી અને 5 હજાર ખર્ચાના લઇને ગુમ કરનારા નસીમ અાસ મહોમદ (રહે. બાવલા, હરીયાણા)વાળાને પકડી પાડી 13 લાખ રૂપિયાનો ટેમ્પો કબજે કર્યો હતો.

ટેમ્પોના ચેસીસ અને રજીસ્ટ્રેશન નંબરના ખોટા અાધાર રજૂ કર્યા હતા
ટ્રાન્સપોર્ટરે ટેમ્પોના કાગળો લીધા હતા જેના નંબર અેચઅાર 74 અે 5373ના ચેસી અને રજીસ્ટ્રેશન નંબરના ખોટા અાધાર પુરાવા અાપ્યા હતા, બલગામ ટોનાકા વચ્ચે ગમે ત્યાં ટેમ્પોના સાચા નંબર અેચઅાર 74 બી 0175 લગાવી માલ જયપુર પહોંચાડવાને બદલે અન્યત્ર પહોંચાડી છેતરપિંડી કરી હતી. ટેમ્પો લાખોંદ, સામખિયાળી અને વારાહી ટોલનાકા પરથી પસાર થયો હતો અને બાદમાં બલગામ ટોલપ્લાઝા પરથી પસાર થતી વેળાએ તેના નંબર પણ બદલાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...