ભક્તિ:ભુજના દ્વારકાધીશ મંદિરના મુખ્યાજીની પ્રથમ પુણ્યતિથિએ શ્રીનાથજી પ્રભુની ઝાંખી તાદૃશ્ય થઈ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ ભક્તિ અને મંદિરોનું ધામ, ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા

ઉપલીપાળ સ્થિત દ્વારકાધીશ મંદિરના મુખ્યાજી સ્વ. ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસના દ્વારકાધીશ સમર્પિત જીવન અને પરમમાં વિલીન થયાની પ્રથમ પુણ્યતિથીએ ભુજના ટાઉન હોલમાં રાજકોટના મંડળ દ્વારા શ્રીનાથજી પ્રભુની ઝાંખીના અંશોને પ્રસ્તુત કરાયા હતા. શ્રીનાથજી પ્રભુની ઝાંખી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

સ્વ.ચંદ્રિકાબેનની શ્રીનાથજીના ભક્તિ સંસ્મરણોને તાજા કરતા અધ્યક્ષાએ જણાવ્યું હતુ કે, તેમની ભક્તિ અને આર્શીવાદ સૌ પર સદા રહેશે અને તેમની પુણ્યતિથિ નિમિતે યોજેલી આ ઝાંખી ભક્તજનોને સંતુષ્ટ કરશે.આ કાર્યક્ર્મમાં જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, નગરપાલિકા કારોબારી ચેરમેન જગતભાઇ વ્યાસ, અગ્રણી કેશુભાઇ પટેલ, જયંતભાઇ ઠક્કર તેમજ સમસ્ત વ્યાસ પરિવાર અને તેમના સ્વજનો સાથે નગરપાલિકાના સર્વ પદાધિકારીઓ, સભ્યો, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ, અને રાજકોટના કલાકર્મીઓ, તેમજ નગરજનો અને વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...