તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કુકમામાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના વડીલોનો સ્નેહમિલન યોજાયું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના કુકમા ગામે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 60 જેટલા વડીલો જોડાયા હતા. શરૂઆતમાં રામ ધૂન અને પ્રાર્થના કર્યા બાદ પ્રમુખ પુરુષોત્તમ દેવશીભાઈ ચૌહાણે સૌ ભાઇ-બહેનોને આવકાર આપી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ગત વર્ષ દરમિયાન સ્વર્ગવાસ થયેલા સિનિયર સિટીઝનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગાંધીધામના સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ પ્રભુલાલભાઈ પરમારે નવા વર્ષની શુભેચ્છા પાઠવી તેમના તરફથી રૂ.1001નું દાન આપ્યું હતું. ઉપપ્રમુખ મોહનભાઇ કે. ચૌહાણે ભવિષ્યમાં થનારા આયોજન વિશે માહિતી આપી હતી. સંસ્થાને આર્થિક સધ્ધર બનાવવા ફાળો નોંધાવવાની અપીલ કરાતા રૂ.9000 એકત્ર થયા હતા. જેમાં શશીકાંતભાઈ હેમરાજભાઈ ચૌહાણ તરફથી રૂ.2500ની જાહેરાત કરાઇ હતી. અંતમાં ભજન અને ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. ઉષાબેન ચૌહાણે અંતાક્ષરી રમાડી હતી. રતિલાલ ચૌહાણ, રવિલાલભાઈ, અનસુયાબેન, કિશોરભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો