આયોજન:લંડનમાં કચ્છી લેવા પટેલ સમાજના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન યોજાયું

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ શિક્ષણની મહેક બ્રિટનમાં પ્રસરી રહી છે
  • શિક્ષણક્ષેત્રે સાથે સંકળાયેલા અને હાલ વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે

કચ્છ જિલ્લાના શિક્ષણક્ષેત્રે અનેક સમાજના રહેલા યોગદાનમાં કચ્છી લેવા પટેલ સમાજનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. લંડન ખાતે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.

લંડન કચ્છી પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણની જ્યોત સાથે સંકળાયેલા ભુતપૂર્વ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે અને ઉચ્ચ હોદ્દાઓ પર છે, સાથે સાથે સફળ ગૃહિણીઓ બની છે. સફળ વ્યતીત થતા જીવનનો શ્રેય ભૂતપૂર્વ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ટીમ લીડર ભારતીબેન જેસાણી તથા વનીતાબેન લાલજીએ સમાજના વડીલો, દાતાઓ, શિક્ષણ સિંચનાર શિક્ષકો સાથે સમાજના શિક્ષણપ્રેમીઓને યાદ કર્યા હતા.

આ સ્નેહમિલનમાં કચ્છી લેવા પટેલ સમાજના વિશેષ અતિથિ તરીકે આર.આર. પટેલ, સમાજના ભૂતપૂર્વ અધ્યક્ષ આર.એસ. હિરાણી, આર.ડી. વરસાણી સાથે નૈરોબી સમાજના અગ્રણીઓ સાથે કરછી લેવા પટેલ સમાજ (યુ.કે.)ના ટ્રસ્ટીઓ મહેશભાઈ પિંડોરિયા, વિનોદભાઈ હાલાઈ, ડો.સુનીલભાઈ ભુડીયા, મેઘજીભાઈ સવજી, પ્રેમજીભાઈ વરસાણી, શશીભાઈ વેકરીયા, પ્રવિણભાઈ ખીમાણી, અનિતાબેન મુકેશ હાલાઈ વગેરે સાથે ભુજ સમાજના વર્તમાન ટ્રસ્ટી દેવશીભાઈ હાલાઈ, સમાજ અગ્રણી પ્રેમજીભાઈ વરસાણી, નારણપર મિત્ર મંડળના કાનજીભાઈ વેકરીયા, ગોવિંદભાઈ ભુડિયા, એસ.એસ.ગી.પી.(યુ.કે.)ના ટ્રસ્ટીઓ ગોવિંદભાઈ રાઘવાણી, ગોવિંદભાઈ કેરાઈ અને મેનેજિંગ કમિટી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...