કુદકે ને ભૂદકે વધતા કેસો:વધુ 24 દર્દી સંક્રમિત, અડધા શહેરના, અડધા ગામડાના

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ઝડપભેર 2100ને પાર
  • 386 લોકો સારવાર તળે
  • 33 દર્દી સ્વસ્થ થયા
  • તંત્ર દ્વારા બે મોત જાહેર ન કરાયા

કચ્છમાં કોરોનાનો આંક ઝડપભેર 2100ને પાર કરીને 2108 પર પહોંચ્યો હતો. મંગળવારે શહેરોમાં 12 અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બિનસત્તાવાર રીતે વધુ બે દર્દીને કોવિડ ભરખી ગયો હતો જ્યારે 33 વ્યક્તિ સ્વસ્થ થઇ જતાં સારવાર મુક્ત કરાયા હતા.

સત્તાવાર યાદી મુજબ અંજારમાં 2, ભુજમાં 6 અને ગાંધીધામમાં 4 મળીને 12 લોકો સંક્રમિત થયા હતા. આમ બાકીના તાલુકા મથકોએ કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો જેને લઇને જે તે વિસ્તારમાં રાહત રહી હતી. તો અબડાસા, મુન્દ્રા, ગાંધીધામ અને ભચાઉના ગ્રામ્ય પંથકમાં પણ કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. તંત્ર દ્વારા સત્તાવાર રીતે અત્યાર સુધી મોતનો આંક 65 દર્શાવાઇ રહ્યો છે પણ આંકડાની માયાજાળ ગૂંથતાં મંગળવારે વધુ બે દર્દીએ પથારી પર દમ તોડ્યો હતો જેની સત્તાવાર જાહેરાત કરાઇ નથી. હાલે વિવિધ હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં 386 જેટલા દર્દી કોવિડની સારવાર લઇ રહ્યા છે. આમ આ આંકડો થોડો ઘટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 1613 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

સ્વખર્ચે સારવાર બેડ
સ્ટર્લિંગ હોસ્પિટલ - ગાંધીધામ3
સેન્ટ્રલ હોસ્પિટલ - ભુજ2
જે.કે. હોસ્પિટલ - ભુજ2
કુલ7

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અબડાસા0000
અંજાર2136
ભચાઉ0000
ભુજ63910
ગાંધીધામ4048
લખપત0220
માંડવી0114
મુન્દ્રા0445
નખત્રાણા0000
રાપર0110
કુલ12122433
નિ:શુલ્ક સારવાર બેડ
જી.કે. જનરલ હોસ્પિટલ - ભુજ148
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - અંજાર4
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - માંડવી21
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - ગાંધીધામ8
એલાયન્સ હોસ્પિટલ - મુન્દ્રા25
મુન્દ્રા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ - મુન્દ્રા50
હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ - આદિપુર5
ન્યૂ હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ - ગાંધીધામ13
વાયબલ હોસ્પિટલ - ગડા118
રાતા તળાવ - અબડાસા20
એન્કરવાલા હોસ્પિટલ - મસ્કા (માંડવી)26
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર - CHC200
કુલ638

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...