તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કનૈયાબે પાસેથી ટેમ્પાે દારૂ સાથે ત્રણ પકડાયા એક ફરાર

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ ભરેલો ટેમ્પો ધાણેટી પહોંચે તે પહેલા પકડાયો
  • અંજારના બે અને કનૈયાબેના શખ્સ સહિત ત્રણ પકડાયા

અંજાર બાજુથી ભુજ તાલુકાના ધાણેટી તરફ આવી રહેલા દારૂ ભરેલા ટેમ્પાે સાથે ત્રણ આરોપીઓને પધ્ધર પોલીસે કનૈયાબે નજીકથી દબોચી લીધા હતા. તેમના કબજામાંથી રૂપિયા 26,600ની કિંમતની 76 નંગ દારૂની બોટલ સાથે 15 હજારના ત્રણ મોબાઇલ અને બે લાખનો ટેમ્પા તેમજ 50 હજારની એક્ટિવા સહિત 2,91,600નો મુદામાલ કબજે કર્યો હતોફ જ્યારે એક અંજારનો આરોપી હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, બાતમીના આધારે ભુજ ભચાઉ રોડ પરથી અંજાર તરફથી કનૈયાબે ગામ બાજુ આવી રહેલા એક્ટિવા મોપેડ અને તેની પાછળ દારૂ ભરેલા છોટાહાથી ટેમ્પાને ઝડપી લઇને ટેમ્પામાંથી ઈંગ્લિશ દારૂની 76 બોટલ કિંમત રૂપિયા 26,600 તેમજ અંજાર તાલુકાના સુગરીયા ગામના મહેશ ધમાભાઇ મરંડ, પ્રકાસ ધનજીભાઇ ગુજરીયા, અને કનૈયાબેના મનોજ નૂરા કોલી નામના ત્રણ શખ્સને દબોચી લીધા હતા. તેના કબજામાંથી દારૂની બોટલ સાથે 2 લાખનો ટેમ્પો, 50 હજારની એક્ટિવા અને 15 હજારના ત્રણ મોબાઇલ સહિત 2,91,600ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે અંજારના મહાદેવનગરમાં રહેતા અલ્પેશસિંહ ઝાલા નામનો શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે ચારેય વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...