તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાલુ વર્ષે કોરોનાને લઇને રણોત્સવની રંગત જામી નથી પણ લોકોને રોજગારી મળી રહે તે હેતુથી ધોરડો ટેન્ટ સિટી પાસે ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ઊભી કરવાની તંત્ર દ્વારા વિચારણા કરાઇ રહી છે. ફૂડ સ્ટોલની ફાળવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વરા કરવામાં આવશે. ખાપી-પીણી બજારમાં રસ ધરવતા સખીમંડળ, સ્વ સહાયજૂથના સભ્યો, કારીગરોએ ભુજ સ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખામાં તા. 9 અને 10/12 સુધીમાં અરજી ફોર્મ મેળવી પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા, રાશન કાર્ડ તથા આધારકાર્ડની નકલ સહિત જમા કરવાની રહેશે.
ફૂડ સ્ટોલ માટે દૈનિક ભાડું 200 રૂપિયા રહેશે જે ડાયરેક્ટર, ડીઆરડીએ ભુજ (રણોત્સવ)ના નામના એક્સિસ બેંક ભુજના ખાતા નંબર 919020079354443માં જમા કરવાનું રહેશે. સ્ટોલ ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી માટે મુન્દ્રા રોડ પર આવેલી કચેરીના રૂમ નં. ૨૨૮ પર રૂબરૂ સંપર્ક કરી શકાશે તેવું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.