આગ:ગાંધીધામના સુંદરપુરીમાં રહેણાંક મકાનમાં રાખેલા ભંગારમાં આગ લાગતા દોડધામ મચી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને અગ્નિશમન દળના બે ફાયર ફાઇટર આગને કાબુમાં લેવા જોડાયા

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે આજે ગુરુવારે બપોરે એક રહેણાક મકાનમાં આગ લાગી ઉઠી હતી. આગના પગલે અફરતરફરીનો માહોલ પણ સર્જાયો છે. આ આગ મકાન અંદર જમા કરાયેલા ભંગારમાં ફેલાઈ છે. આગની જ્વાળાઓ આસપાસના મકાનોમાં ફેલાય તે પહેલા આગને કાબુમાં લેવા સુધારાઈ અને ઇઆરસીના ફાયર ફાઇટર પ્રયાસ કરી રહ્યા છે. જોકે. સાંકડી ગલીમાં મકાન હોવાથી આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત પડી રહ્યાનું જાણવા મળ્યું છે.

ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા સામે આવેલા રહેણાંક વિસ્તારમાં આજે બપોરે 3.45 કલાકે લાગેલી આગથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કોઈ વ્યક્તિએ પોતાના મકાનમાં જમા કરી રાખેલા ભંગારના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા લોકોની ભીડ એકત્ર થઈ જવા પામી છે. અગને કાબુમાં લેવા માટે એક કલાકથી બે ફાયર ફાયટર મશીનો જહેમત લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...