ATM ભડકે બળ્યું:અંજારના ખડીયા તળાવ સામેના ATMમાં રાત્રે આગ લાગતા અફરા-તફરી સર્જાઈ

ભુજએક મહિનો પહેલા
  • પોલીસ ફરિયાદ હજુ સુધી થઈ ન હોવાથી ATMમાં કેટલી રકમ જમા હતી તે સામે આવ્યું નથી
  • ભૂજમાં પણ બે સ્થળે આગના છમકલાંથી ભય ફેલાયો

પૂર્વ કચ્છના અંજાર શહેર ખાતે શુક્રવારની રાત્રીના 8.30 વાગ્યાની આસપાસ અહીંના ખાડીયા તળાવ સામે આવેલા ATMમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ઉઠી હતી. નવા વર્ષની રાત્રે જ લાગેલી આગથી જાહેર માર્ગ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ તંત્રને ઘટનાની જાણ કરી હતી. જોકે, રજાનો દિવસ હોવાથી પોલીસ ફરિયાદ હજુ સુધી થઈ ન હોવાથી ATM માં કેટલી રકમ જમા હતી તે જાણી શકાયું નથી.

બીજી તરફ ભુજના સંજોગ નગરમાં બંધ મકાનમાં અચાનક આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગની અન્ય ઘટના ભુજના જૂની રાવલવાડી, વાલરામ નગર 2માં સહજાનંદ બંગલોઝ C/30 ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બની હતી. જ્યાં રાત્રીના 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...