આગના કારણે અફરાતફરી:ભુજની એક પિઝા શોપમાં આગ ફાટી નીકળી, તમામ લોકો સલામત રીતે બહાર નીકળી જતા જાનહાનિ થતા અટકી

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના ચાર ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

ભુજના મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે આવેલી લઝીઝ પિઝા શોપમાં આજે બપોરે 2.45 કલાકે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિક્રરાળ હતી કે આગની જ્વાળાઓના કારણે દૂરદૂર સુધી ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. જોકે આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

શહેરમાં વાહન વ્યવહારની સતત અવરજવર ધરાવતા મુન્દ્રા રોડ પર આવેલી પિઝા શોપમાં પાછળ રહેલા રસોડામાં આગ લાગી હતી. જેના કારણે આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આગના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી.

બનાવની જાણ નગરપાલિકામાં કરાતા સુધારાઈના ચાર ફાયર ફાઇટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને હાની પહોંચી નથી, જોકે પિઝા શોપમાં ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...