તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:ગાંધીધામની વચલી બજારમાં આવેલી બેગની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા

ભુજએક મહિનો પહેલા
  • અંજાર અને ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામની વચલી બજારમાં આવેલી એક બેગની દુકાનમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાની બેગ બળીને ખાખ થયાનું સામે આવ્યું છે. આગના પગલે આસપાસની અન્ય દુકાનો પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. અંજાર અને ગાંધીધામની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.

ગાંધીધામની ચાવલા ચોકથી ઝંડા ચોક બચ્ચે આવેલી વચલી બજાર સ્થિત આવેલી રોયલ બેગ નામની દુકાનના ઉપરના માળે આવેલા ગોડાઉનમાં આગ લાગી ઉઠી હતી. સવારે 11 વાગ્યાના અરસામાં દુકાન મલિક દ્વારા અગરબત્તી કરવામાં આવી હતી, અકસ્માતે અગરબત્તીના તલખાના કારણે આગ લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગને કાબુમાં લેવા માટે ગાંધીધામ અને અંજાર નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા.

આગના કારણે આસપાસની દુકાનો સલામતીના ભાગરૂપે બંધ રાખવામાં આવી છે. કિંમતી સૂટકેશ અને બેગ સહિતની માલસમગ્રી આગમાં ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન દુકાનધારકને થવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...