શોર્ટ સર્કિટના લીધે આગ લાગી:ભચાઉ તાલુકાના કટારીયા પાસે એક કંપનીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી, 5 કામદારો દાઝી ગયા

ભુજ12 દિવસ પહેલા
  • કમલા ઓર્ગેનિક કંપનીમાં ઓઈલ ભરેલા બેરલમાં તણખા પડવાથી લાગી હતી આગ
  • ઈજાગ્રસ્તોને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયાઇ
  • આગના કારણે કંપનીને રૂ. 35 હજારનું નુકશાન થયું

ભચાઉ તાલુકાના સામખીયાળી ધોરીમાર્ગ પર વાંઢિયા ગામની હદમાં આવેલી કમલા ઓર્ગેનિક કંપનીમાં આજે બુધવારે સવારે 10 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. એકમની અંદર ચાલી રહેલી કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે નીચે રહેલા ઓઇલ ભરેલા બેરલમાં તણખા પડવાથી બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. બેરલનું ઓઇલ ઉડવાથી આસપાસ કામ કરી રહેલા 5 જેટલા કામદારો સામાન્ય રીતે દાઝી જતા તેમને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સૂત્રો અનુસાર આગનો બનાવ સવારે 10 વાગ્યા પછી બન્યો હતો. સાબુ સહિતની સામગ્રી બનાવતી કમલા ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં શોર્ટ સર્કિટ થવાથી ઉડેલા તણખા ઓઇલ ભરેલા બેરલ પર પડતા તેમાં આગની સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી બેરલનું ઓઇલ કામદારો પર ઉડતા 5 જેટલા વ્યક્તિઓ સામાન્ય રીતે દાઝી ગયા હતા. જેમની તબિયત હાલ સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું. આગના કારણે કંપનીને રૂ. 35 હજારનું નુકશાન થયું હોવાનું સામખીયાળી પોલીસે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સામખીયાળીની આસપાસ અનેક મહાકાય એકમો આવેલા છે, જેમાં તકેદારીના પગલાં અંગે સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...