નિર્ણય:આરટીઓ વસાહત પાસે 1 એકરમાં બનશે અગ્નિશમન દળની ઈમારત

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીના કમિશનરે ફાળવ્યા 5 કરોડ
  • નકશા સાથે 1 એકર જમીનની દરખાસ્ત કલેકટર કચેરીએ મોકલી દેવાઈ

ભુજ નગરપાલિકાની નવી ઈમારત બને ત્યારે ખરું પરંતુ ભુજ નગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનની ઈમારત 5 કરોડના ખર્ચે બનાવવા મંજુરી મળી ગઈ છે અને અાર.ટી.અો. રિલોકેશન સાઈટ પાસે 1 અેકર જમીનની દરખાસ્ત કલેકટર કચેરીઅે મૂકાઈ પણ ગઈ છે. જો બધું વેળાસર પૂરું થયું તો અેકાદ વર્ષમાં નવી ઈમારત બની પણ જશે.

રાજકોટ ઝોનના રિજિયોનલ ફાયર અોફિસર અનિલ મારુઅે વધુ માહિતી અાપતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપાલિટી અેડમિનિસ્ટ્રેશનની કચેરીના કમિશનરે 2022ની 2જી ફેબ્રુઅારીઅે નગરપાલિકાઅોના પ્રાદેશિક કમિશનરને પત્ર લખીને જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા જરૂરી વિગતો માંગી હતી.

જે મોકલ્યા બાદ 5 કરોડ રૂપિયા ફાળવાયા છે. અાગળની અંતિમ કાર્યવાહી રૂપે મુખ્ય અધિકારી જીગર પટેલે કલેકટર પાસે 1 અેકર જમીનની દરખાસ્ત પણ મોકલી દીધી છે. જે ટૂંક સમયમાં મંજુર થયેથી ટેન્ડરિંગ પ્રક્રિયા સહિતની કાર્યવાહી હાથ ધરાશે.

જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે
ગુજરાત રાજ્યની નગરપાલિકાઅોમાં 32 વિભાગીય ફાયર કચેરીઅો બનાવવાનું નક્કી થયું છે, જેમાં કચ્છમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન ભુજમાં બનવાનું છે.

સર્કલ અોફિસરના સંપર્કમાં રહીને પસંદગી
જિલ્લા કક્ષાનું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવા જમીનની ફાળવણી માટે સર્કલ અોફિસરના સંપર્કમાં રહીને જમીનની પસંદગી કરાઈ છે.

માત્ર ભુજ ફાયર બ્રિગ્રેડ પાસે વાહનો
હાલ કચ્છ જિલ્લામાં અેક માત્ર ભુજ નગરપાલિકા હસ્તકની ફાયર બ્રિગ્રેડ પાસે જ પૂરતા વાહનો છે અને તે પણ ચાલુ હાલતમાં છે. જ્યારે બાકીની નગરપાલિકા હસ્તકની ફાયર શાખાઅોમાં અપૂરતા વાહનો છે. જે પણ મોટાભાગે બંધ હાલતમાં છે, જેથી બધી જગ્યાઅે અાખરે તો ભુજ અગ્નિશમન દળે જે દોટ મૂકવી પડે છે. પરિણામે ભુજ અગ્નિશમન દળના વાહનો પણ હવે વયમર્યાદા વીતાવી ચૂક્યા છે.

અગ્નિશન દળની હાલની સ્થિતિ
ભુજ નગરપાલિકા હસ્તકનું અગ્નિશન દળ હાલ ભુજીયા ડુંગરની તળેટીમાં અાવેલું છે, જેમાં 12-12 હજાર લિટર પાણીની ક્ષમતાની બે મોટી ગાડી અને 2200-બાવીસ સો લિટર પાણીની ક્ષમતાની 2 નાની ગાડીઅો છે. જોકે, હજુ 1 મોટી અને 1 નાની ગાડી મળવાની છે. જેના માટે 39 કર્મચારીઅોનો સ્ટાફ છે.

100 ટકા સરકારી ગ્રાન્ટમાંથી પગાર
અત્યાર સુધી ભુજ નગરપાલિકા સ્વભંડોળમાંથી ફાયર શાખાના કર્મચારીઅોને પગાર ચૂકવે છે. પરંતુ, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઅોના પગાર માટે 100 ટકા ગ્રાન્ટ મળશે, જેમાંથી વેતન ચૂકવાશે, જેથી નગરપાલિકા ઉપર બોજ નહીં રહે.

તાલીમબદ્ધ 21 કર્મચારીઅો માટે સ્ટાફ ક્વાર્ટર હશે
જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનમાં તાલીમબદ્ધ 21 કર્મચારીઅો હશે. જેમના માટે સ્ટાફ ક્વાર્ટર પણ બનાવાશે.

ઈમરજન્સી ફાયર વ્હીકલ, અત્યાધુનિક બે બોટ અપાશે
જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનમાં ઈમરજન્સી ફાયર વ્હીકલ, રેસ્ક્યૂ વ્હીકલ, અત્યાધુનિક 2 બોટ પણ અપાશે.

મોનિટરિંગ રાજ્ય કક્ષાઅેથી
ભુજ નગરપાલિકા હસ્તકની તમામ ફાયર શાખાનોને અાવરી લેતું જિલ્લા વાયરલેશ ઊભું થશે. બાકી ફાયર શાખાઅો સબ સ્ટેશન રૂપ હશે. જેનું મોનિટરિંગ સ્ટેટ લેવલે થશે.

અન્ય સમાચારો પણ છે...