તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભુજના જી.આઈ.ડી.સી.માં આવેલા પ્લાસ્ટિક પ્રિન્ટિંગ એકમમાં આગ, માલિકને છે કોરોના

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાયર બ્રિગેડની ટીમે કોલ કરી બોલાવ્યા પણ આઈસોલેટ પરિવારના સભ્યો મૂંઝવણમાં

ભુજમાં જી.અાઈ.ડી.સી.ના પ્લાસ્ટિક પ્રિન્ટિંગના અેકમમાં શનિવારે સાંજે 6.30 વાગે અાગ લાગી હતી અને માલિક સહિત પરિવારના સભ્યો હોમ ક્વોરોન્ટાઈન હતા, જેથી ફાયર બ્રિગેડની ટીમે કોલ કરી બોલાવ્યા હતા. પરંતુ, લોક ડાઉન હોઈ ઘરની બહાર કેમ નીકળવું અેની મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. અામ, કોરોનાની સ્થિતિમાં માણસો અેક પછી અેક વધુને વધુ તકલીફમાં મૂકાઈ રહ્યા છે.ફાયર બ્રિ

ગેડના સચિન પરમારે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, જી.અાઈ.ડી.સી.માં નેહા અેન્ટરપ્રાઈઝના માલિક દિનેશભાઈ મહેતાના પ્લાસ્ટિક પ્રિંન્ટિગ અેકમમાં અાગ લાગ્યાનો કોલ અાવતા જ નરેશ લોહરા, મહેશ ગોસ્વામી, વિનોદ લોહાર, જય ભાટ્ટી, પિયુષબ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા ઘટના સ્થળે ધસી ગયા હતા. પરંતુ, અેક બંધ હતો, જેથી બળથી બારી ખોલી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.

ત્યારબાદ માલિકને કોલ કરતા જાણવા મળ્યું કે, ઘરમાં 6 સભ્યો છે, જેમાંથી 2થી 3 સભ્યોને કોરોના થયો છે, જેથી સાૈ સભ્યો હોમ અાઈસોલેટ છે. જે બાદ માલિકના છોકરાને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવાયો હતો. જેણે અેકમ ખોલ્યા બાદ અાગ બૂઝાવવાની કાર્યવાહી અાગળ વધી હતી. જોકે, અાગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ, સૂત્રોઅે જણાવ્યું હતું કે, અેકમની બહાર પોલમાં શોટસર્કિટને કારણે તણખા સતત અેકમ ઉપર પડતા હતા. જેને કારણે અાગ લાગી હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો