હત્યા:ભચાઉ તાલુકાના આંબરડી ગામે વાડીમાં ખેડૂતની ધારદાર હથિયારોના ઘા મારી હત્યા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્વસ્થ પુત્ર બનાવ બાદ ગાયબ થઇ જતા પોલીસની શંકાના દાયરમાં

ભચાઉથી 14 કી.મી.દૂર દુધઈ ધોરીમાર્ગ પરના આંબરડી ગામે આજે સવારે પોતાની વાડીમાં એક વૃદ્ધ ખેડૂત લોહીલુહાણ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ તેમની બે દીકરીઓ જ્યારે વાળી ઉપર પહોંચી ત્યારે થઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતા મૃતદેહનો કબજો લઈ ભચાઉ સરકારી દવાખાને પૉસમોર્ટમ માટે મોકલી દીધા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ મૃતક અંદાજિત 60 વર્ષીય રતાભાઈ માવાભાઈ ગોઠી આંબરડી ગામથી નજીક આવેલી પોતાની વાડીમાં ખેતીકાર્ય કરી પોતાનું રોજગાર ચલાવતા હતા. પાંચ સંતાનના પિતા રોજની જેમ આગલી રાત્રે તેમના સૌથી મોટા પુત્ર પ્રકાશ ( ઉવ આ. 30)ને વાડી ખાતે જમવાનું આપવા ગયા હતા. જ્યાં તેમને શારીરિક થાક લાગ્યો હોવાની વાતથી તેઓ વાડી પર સુઈ ગયા હતા. દરમ્યાન આજ બુધવાર સવારે તેમની હત્યા થઈ ગઈ હોવાની જાણ થઈ હતી.

આધારભૂત સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાડી પર રહેતો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી માનસિક અસ્વસ્થ હોવાથી વાડી ખાતેજ રહેતો હતો અને ખેતી કાર્યમાં પિતાને મદદરૂપ પણ બનતો હતો. ત્યારે આજે થયેલી પિતાની હત્યા બાદ પુત્ર પ્રકાશ ગાયબ હોવાનું માલુમ પડતા તેના પિતાની હત્યા પાછળ તેનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની જાણ થતાં ભચાઉ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. એક તબકકે વાડીએ ગયેલી બન્ને પુત્રીઓએ લોહી લુહાણ અવસ્થામાં પિતાને મૃત હાલતમાં જોતા ગ્રામજનોને બોલાવતા લોકો મૃતદેહને તેમના ઘરે લઈ ગયા હતા. બાદમાં પોલીસ આવતા ફરી હતભાગીના શબને વાડી પર લઈ જવામાં આવ્યો હતો. અને હત્યાની સચોટ માહિતી એકત્ર કરી હતી.

હતભાગી ભીખાભાઇના સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. જેમાં એક પરિણીત પુત્ર બેંગોલર ખાતે રહે છે. તો મોટી દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. જ્યારે નાની બે પુત્રી કુંવારી છે. જ્યારે સૌથી મોટો પુત્ર માનસિક અસ્વસ્થ હોવાથી કાયમ વાડી પરજ રહેતો હતો. તેના લગ્ન બહેન સાથે સાટા વેવારે નક્કી થયા હતા. પરંતુ લગ્ન પહેલા તેણે પરણવાની ના કહી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...