તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Farmer From Kutch Confused Union Minister Rupala On The Phone About The Price Hike Of Fertilizer, The Minister Just Kept Saying 'yes Say Yes'

વાઈરલ:કચ્છના ખેડૂતે ખાતરના ભાવવધારા મુદ્દે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની બોલતી બંધ કરી દીધી, ચાલુ ફોને રૂપાલા ગેં..ગેં...ફેં...ફેં.. થઈ ગયા

ભુજ5 મહિનો પહેલા
  • ખેડૂતે કહ્યું- તમને ખોબે ખોબે મત આપ્યા, હવે ભાવ વધ્યો તેનું શું?

ભાજપના નેતાઓની ના ના બાદ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતોની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને ફોન કરી ખાતરના ભાવ વધારા અંગે સવાલ કરી રહ્યો છે અને મંત્રીએ થોડા જ સમયે પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કરેલા દાવાઓની યાદ અપાવી રહ્યો છે.

કચ્છના નખત્રાણાના સાવન ઠક્કર નામના ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે બહુ સામાન્ય સવાલો કર્યા હતા. પરંતુ, મંત્રીએ મોટાભાગના જવાબ આપવાનું ટાળ્યું હતું. ખેડૂત અને મંત્રી વચ્ચે થયેલી વાતચીતના અંશો પર નજર કરીએ તો,

રૂપાલાઃ હલ્લો

ખેડૂતઃ પુરુષોત્તમ રૂપાલા સાહેબ વાત કરો છો?

રૂપાલાઃ હા જી

ખેડૂતઃ સાહેબ હું નખત્રાણાથી સાવન ઠક્કર વાત કરું છું. સાહેબ હું પોતે ખેડૂત છું. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે નખત્રાણા આવ્યા હતા ત્યારે તમારા ઈન્ટરવ્યૂ મેં સાંભળ્યા હતા. તમે કહેતા હતા કે, ખાતરમાં ભાવ વધારા પર કૉંગ્રેસ રાજકારણ કરે છે, ખાતરમાં કોઈ ભાવ વધારો થયો નથી. સાહેબ ખાતરમાં તો ભાવ વધારો લાગું પડી ગયો. સાહેબ ચૂંટણી માટે જ ભાવ વધારો બાકી રાખ્યો હતો ને, ચૂંટણી પછી તો ભાવ વધારો લાગુ પડી ગયો.

રૂપાલાઃ હા જી

ખેડૂતઃ સાહેબ હવે કોને વાત કરવી?, તમે કેંદ્રમાં મત્રી છો તો તમને જ વાત કરીએને.

રૂપાલા: હા હા મને જ કરવાનો ને, હું ક્યાં ના પાડું છું.

ખેડૂત: હા ભાવ વધારો તો લાગું પડી ગયો હવે અમારે ક્યાં જવું?, ત્યારે તો તમે, મનસુખ માંડવિયા, આરસી ફળદુ કહેતા હતા કેકે કોઈજ પ્રકારનો ભાવ વધારો લાગુ નહીં પડે, આ કૉંગ્રેસ રાજકારણ રમી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસ ક્યાંય ના આવી, બધે ભાજપ છવાઈ ગયું, હવે્ અત્યારે ભાવ વધારો લાગુ પડ્યો તો ખેડૂત કોની પાસે જશે?

ખેડૂતઃ તમે આપો સલાહ, ખેડૂત કોની પાસે જશે હવે?

રૂપાલાઃ ભલે

ખેડૂતઃ શું કરીએ તમે કહો સાહેબ, ભલેથી તો નહીં ચાલે ને, ભાષણથી કદાચ ભાજપ ચાલતુ હશે, ભાવવધારાથી ખેડૂત ખેતી નહીં કરી શકે.

રૂપાલાઃ હા બોલો

ખેડૂતઃ સાહેબ કંઈક સલાહ આપો, તમારા ભાષણ તો ઘણા સાંભળ્યા, અત્યારે ખેડૂતને જરુર છે કે, આ ભાવ વધી ગયા તો તમે શું કહેવા માંગો છો.

ખેડૂતઃ તમારી પાસે કંઈ કહેવાનો જવાબ ના હોય તો ફોન રાખી દવ.

અન્ય સમાચારો પણ છે...