તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાકીદની સેવા:કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સુરજબારી માળીયા ધોરીમાર્ગ પર ટ્રાફિક નિયંત્રણ માટે સુવિધા ઉભી કરવામાં આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરજબારી ટોલગેટ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી
  • જન્માષ્ટમી પર્વને લઈ વિવિધ ટીમ સાથે હેલ્પલાઇન નંબર જારી કરાયો

કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સુરજબારી માળીયા ધોરીમાર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની કાયમી સમસ્યાથી અહીંથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં લઈ ટ્રાફિક નિયંત્રણ માટે સુરજબારી ટોલગેટ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે.

સુરજબારી ટેલગેટ પર કચ્છ તરફથી આવતા વાહનોની કતાર
સુરજબારી ટેલગેટ પર કચ્છ તરફથી આવતા વાહનોની કતાર

માળીયા નજીકના હરિપર ગામ પાસે મહિનાથી ચાલતા બ્રિજના સમારકામના પગલે ફરી બે દિવસથી ટ્રાફિક સમસ્યા વધી છે, જેના કારણે લોકોના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. માળીયા સામ ખીયાળી પોલીસ ટ્રાફિક પૂર્વવત કરાવવા કમર કશી રહી છે. ખાસ કરીને કચ્છથી બહાર જતા વાહનોને કલાકો સુધી વાહનોની કતારમાં ઉભા રહેવું પડી રહ્યું છે.

જન્માષ્ટમી પર્વ પ્રસંગે સામ ખીયાળીથી સુરજબારી ટોળગેટ મારફતે આગળ જતાં વાહનોનો ટ્રાફિક દરરોજ કરતા વિશેષ રહેતો હોય છે. હાલ સુરજબારી બાદ ટ્રાફિકજમ ચાલી રહ્યો છે, ત્યારે સુરજબારી ટોલ ગેટ દ્વારા ખાસ RPV ટિમ, માર્શલ ટિમ, NIV ટિમ અને JCB મશીન સપ્તાહના સાત દિવસ હાલના દિવસોમાં ફરજ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે એ ટીમ જે જગ્યાએ જરૂર જણાય તે સ્થળે પહોંચી વાહનને મદદરૂપ થશે અને ટ્રાફિક નિયંત્રણમાં સહયોગ આપશે. મદદ માટે ટોલ ગેટના હેલ્પલાઇન ન. 9373162607 પર સંપર્ક કરવાનો રહેશે એવું ટોલ કર્મચારી દિલીપભાઈ મેવાડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...