તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:કચ્છ જિલ્લાના લુણી ગામમાંથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ ડોકટર પાસેથી 3000નો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો

કચ્છમાં ભૂકંપ બાદ છેલ્લા વીસ વર્ષ દરમ્યાન તમામ ક્ષેત્રે થયેલા વિકાસના પગલે ગેરપ્રવૃતિ પણ ખૂબ વધી જવા પામી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકો લેભાગુ તત્વોના શિકાર જલ્દી બની જાય છે. જેનો ગેર લાભ લઇ બોગસ તબીબોનું ચલણ ખૂબ વધી ગયું છે. જેને ઝડપી પાડવા જિલના બંને વિભાગની પોલીસ સતત કાર્યવાહી દ્વારા એક બાદ એક ફર્જી ડોક્ટરને પકડી રહી છે. જે આ પ્રકારના વર્ગ માટે ચોક્કસ ભયનો માહોલ ખડો થયો છે.

આજે પેટ્રોલિંગમાં રહેલી મુન્દ્રા પોલીસના હાથે મુન્દ્રાના લુણી ગામેથી વગર ડિગ્રીએ તબીબ બની લોકોની શારીરિક દવાઓ કરતા 56 વર્ષીય રામસિંહ નેનાજી મકવાણાને 3 હજારના મેડિકલ સાધન સામગ્રી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નરોડા ગામથી મુન્દ્રા તાલુકાના લુની ગામે સ્થાઇ થયેલા મુન્નાભાઈ ગામની મસ્જિદ પાસે બીજી ગલીમાં કોઈપણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટી વગર બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા આપી બેદરકારી ભર્યું કૃત્ય કરી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા મુન્દ્રા મરીન પોલીસના પીએસઆઇ જીવી વાણિયાના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તોએ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...