તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભુજથી મુંબઇને જોડતી સીધી ફલાઇટ દરરોજ માટે શરૂ થઇ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ વિમાન સમયસર પહોંચી આવ્યા બાદ રવાના થયું

લોકડાઉન બાદ ભુજથી મુંબઇ માટે સપ્તાહમાં ચાર દિવસ ફલાઇટ ઉડાન ભરતી હતી, બાદમાં ભુજથી મુંબઇ માટે વાયા ભાવનગરની ફલાઇટ દરરોજ સેવામાં હતી. સોમવારથી ભુજથી સીધી મુંબઇ માટેની ફલાઇટ દરરોજ માટે શરૂ થઇ છે અને સમયસર મુંબઇથી ભુજ પહોંચી આવી હતી.

ભુજથી મુંબઇ ફલાઇટની દરરોજ સેવા છેલ્લા કેટલાક સમયથી બંધ હતી, રણોત્સવની સીઝનને લઇને એર ઇન્ડિયાની ફલાઇટ ભુજથી મુંબઇ માટે દરરોજ માટે શરૂ કરાઇ છે. સોમવારે મુંબઇથી ભુજ સમયસર ફલાઇટ પહોંચી આવી હતી અને પરત મુંબઇ માટે પેસેન્જરો લઇ રવાના થઇ હતી. અત્યાર સુધી ભાવનગરથી વાયા ચલાવાતી ફલાઇટ દરરોજ સેવા આપતી બાદમાં પરત સપ્તાહમાં ચાર દિવસ કરાઇ હતી. જો કે, હવે દરરોજની ફલાઇટ સેવા શરૂ થઇ ગઇ છે.

ભુજથી મુંબઇની સીધી ફલાઇટ સેવા શરૂ થવાથી પશ્ચિમ કચ્છના લોકોને છેક કંડલા એરપોર્ટ સુધી ધક્કો ખાવાની નોબત નહીં આવે અને તેઓ ભુજથી જ સેવાનો લાભ લઇ શકશે. અત્યાર સુધી કંડલાથી દરરોજથી પાંચ ફલાઇટ ઉડાન ભરતી હતી જેનાથી પ્રવાસીઓનો ધસારો કંડલા તરફ વળ્યો હતો જો કે ભુજથી દરરોજની સેવા શરૂ થતા પ્રવાસીઓનો ફલો ભુજ તરફ ફંટાશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો