તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાગોર રોડ પાંજરાપોળ વાડીની સામે સ્થિત વિરારા અલખધણી દાદાના મંદિરે સાંસદની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કાર્યક્રમ સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પચાણભાઈ સંજોટના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું સન્માન કાર્યક્રમનું આયોજન વિરારા અલખધણી દાદા વિકાસ સમિતિ દ્વારા જીગ્નેશ બારોટ અને ગોવિંદ ધનજી ભાટે કર્યું હતું. આ પ્રસંગે મારૂભાટ પરિવારના મોવડી જીતુભાઈ ભાટે પ્રાસંગિક ઉદબોધન કરી અગ્રણીઓનો મંદિરના જીણોધ્ધાર કાર્યમાં ભાગ લેવા આભાર વ્યક્ત કર્યો હતો.
સાંસદે જીણોધ્ધારમાં બાકી રહેલો કામ ઝડપથી પૂર્ણ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો આપ્યા હતા તથા આધ્યાત્મિક સ્થળની ગરિમા જળવાય અને આ સ્થળે મેળા, પાટકોરી જેવા ધાર્મિક પ્રસંગોમાં આ સાંસ્કૃતિક હોલ ઉપયોગી બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ ભુજ તાલુકાના અધ્યક્ષ જયેન્દ્ર ભાટિયા, પશ્ચિમ કચ્છ ગૌરક્ષાના અધ્યક્ષ ભાવેશભાઈ પરમાર, દેવજીભાઇ એચ. ભાટ, બુધ્ધરામ કે. બારોટ, હિરજી કે. બારોટ, માલજી પી. ભાટ, પ્રફુલભાઈ એ. ભાટ, ગોવિંદ પી. ભાટ, સુરેશ એમ. ભાટ, જેસીંગ એમ. ભાટ, જગદીશ ભાટ, બાબુ બારોટ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.