તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંડવીમાં મોટર રેફ્રિજરેટરની દુકાનમાં બાળકને કામે રખાતા ફોજદારી નોંધાઇ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલિક સામે માંડવી પોલીસમાં નોંધાઇ ફોજદારી

માંડવીમાં લાયજા રોડ પર ગોકુલદાસ બાંભયાની શાળાની બાજુમાં મોટર રેફ્રિજરેટરની દુકાનમાં કામ કરવા માટે નાની વયના છોકરાને રખાતા દુકાન માલિક સામે સરકારી શ્રમ અધિકારીએ માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

બાળ મજુર નાબુદી ઝુંબેશ હેઠળ વિવિધ અધિકારીઓની ટીમ ચેકિંગમાં નિકળી હતી ત્યારે માંડવીના લાયજા રોડ પર ગોકુલદાસ બાંભયાની શાળાની બાજુમાં હરી મોટર રેફ્રિજરેટરની દુકાનમાં 13 વર્ષીય બાળક કામ કરવા માટે નોકરીએ રખાયો હોવાનું ધ્યાને આવ્યું હતું. દુકાન સંચાલક-માલિક રાજેશકુમાર છગનલાલ જોષી (રહે. માંડવી)વાળા સામે જિલ્લા શ્રમ અધિકારી-ગાંધીધામ કચ્છના ટી. એમ. શાહે માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ચાની કિટલી અને હોટેલોમાં બાળ મજુરોની સંખ્યા વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...