તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવકાર્ય:લાખોંદમાં 75 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ગાયને હેમખેમ બચાવાઈ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના લાખોંદ ગામે ૭૫ ફૂટ ઊંડા કૂવામાં પડેલી ગાયને મહામહેનતે ગામના યુવાનોએ બચાવી લીધી હતી.શુક્રવારે આ બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.બન્યું એમ હતું કે,ગુરુવારે ગાયો ચરવા ગઈ હતી ત્યારે ગામની પાદરવાડીમાં ગાયો ભેલાણ સમયે અંદરોઅંદર બાખડતાં એક ગાય કૂવામાં પડી ગઈ હતી.અંદાજિત ૫૦ વર્ષ જૂનો કૂવો કાંટાળી વાડથી હંગામી ધોરણે સુરક્ષિત કરાયો હતો પણ તે ગાયોને નડે તેમ ન હોતા ગાય અંદર ખાબકી હતી.હીરાભાઈ ખેંગારભાઈ ચાવડાની માલિકીની ગાયને શુક્રવારે લોડરની મદદથી અને યુવાનોની આગવી સૂઝબૂઝથી બહાર કઢાઈ હતી,એકચોટ ગામના યુવાનો પણ ગાયનો જીવ બચાવવા કૂવામાં ઉતર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો