તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • A Committee Should Be Formed Under The Chairmanship Of The Collector To Ensure That The People Are Not Exploited In The Private Hospice.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિશાનિર્દેશ:ખાનગી હોસ્પિ.માં પ્રજાનું શોષણ ન થાય તે માટે કલેકટરની અધ્યક્ષતામાં કમીટિની રચના કરાય

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કામગીરી અંગે સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રીએ જુદા-જુદા દિશાનિર્દેશ આપ્યા

સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ ધીરે ધીરે કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે અગમચેતીના પગલા સ્વરૂપે કલેકટર કચેરીઅે સોમવારે રાજયમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કોરોના રિવ્યું મિટીંગ યોજાઈ હતી.

આ તકે રાજયમંત્રીઅે રાપરમાં વેકિસનેશનની ધીમી ગતિ, નગરપાલિકાઓમાં વેકિસનેશનની સ્થિતિ, સેનેટાઈઝેશન અને માસ્ક વિતરણની કામગીરી વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરી સંલગ્ન વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. તો સાથે કોરોનાનો ઉપચાર કરતી ખાનગી હોસ્પિટલની સુવિધાઓ તથા ત્યાં પ્રજાનું શોષણ ન થાય તે માટે મોનીટરીંગ માટે જિલ્લા સ્તરે કલેકટરની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવા કલેકટરને સુચન કર્યુ હતું.

ઉપરાંત કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી દરેક તાલુકામાં 50 બેડની વ્યવસ્થા ઉભી કરવા પણ સુચન કર્યુ હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ લોકોને વધુ જાગૃત કરવા માટે આ કામગીરીમાં વધુને વધુ સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો તેમજ જે તે ક્ષેત્રના પદાધિકારીઓને સાંકળવા માટે સૂચન કર્યુ હતું.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વેકિસનના પ્રથમ ડોઝની સામે બીજો ડોઝ લેનારાની સંખ્યા ઓછી હોવાનું કારણ મેળવી તે અંગે જરૂરી કામગીરી કરવા સુચન કર્યુ હતું. કલેકટર પ્રવિણા ડી.કે. એ કોરોના અંગેની જાગૃતિ માટે જે કામગીરી કરવામાં આવે છે તે હજુ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગે મંતવ્યો મેળવી જરૂરી સુચનો કર્યા હતા.

આ ઉપરાંત ડો.માઢકે અને ડો.બુચ કોરોનાની હાલની પરિસ્થિતિ તેમજ વેકિસનેશનની કામગીરી અંગે જરૂરી તમામ માહિતી રજુ કરી હતી. સાથે દવાના સ્ટોક, વેન્ટિલેટર્સ, બેડ વગેરેની ઉપલબ્ધતા અંગે માહિતી આપી હતી. તેમજ વેકિસનેશન કામગીરીને હજુ વધુ ઝડપી બનાવવા તેમજ તેના અંગેની જાગૃતિ વધારવા કાઉન્સેલિંગ તેમજ વેબીનાર વગેરેને જરૂરી ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો