સફાઇ અભિયાન:આવતીકાલે માંડવી દરિયાકાંઠે સફાઇ અભિયાન હાથ ધરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય તટરક્ષક દળના જવાનો, છાત્રો વગેરે જોડાશે

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડેના ભાગરૂપે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાન ફોકલ થીમ “સ્વચ્છસાગર” પર તા.18-9ના માંડવી બીચ ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઅો, તટરક્ષક દળના જવાનો વગેરે જોડાશે.ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના નિયામક ડૉ. વિ. વિજય કુમારે આ અભિયાનના સંકલન માટે સંસ્થાના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરાને નોમિનેટ કર્યા છે. કાર્યક્રમની અધ્યક્ષતા ડૉ.કે.કાર્તિકેયન અને સંસ્થાના કોસ્ટલ અને મરીન ઇકોલોજી વિભાગના ડૉ.એલ.પ્રભા દેવી અને વૈજ્ઞાનિકો તથા સંશોધકો કરશે.

હાલની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરએચપી ઉચ્ચતર માધ્યમિક શાળા-મસ્કાના અને સરકારી વિજ્ઞાન કોલેજ-માંડવીના વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા સાથે, ભારતીય તટરક્ષક, વન વિભાગ અને માંડવી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા માંડવી દરિયાકાંઠે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાના વાતાવરણને સ્વચ્છ રાખવાના આશય સાથે લોકોમાં જનજાગૃતિ લાવવાના ભાગરૂપે અા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...