તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નૂધાતડમાં ઘરમાં ઘુસી રોકડ લૂંટનારો ઝડપાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બનાવના 6 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ

અબડાસા તાલુકાના નૂધાતડ ગામે ગત 30 જુલાઇના પરોઢે ઘરમાં ઘુસીને બળજબરીથી લૂંટ ચલાવવાના કિસ્સામાં ઘર માલિકે મંગળવારે કોઠારા પોલીસમાં સવારે ફરિયાદ નોંધાવી અને બપોરે આરોપી લૂંટના રૂપિયા સાથે ઝડપાઇ જતાં આરોપી વિરૂધ ગુનો નોંધાયો હતો.

નૂધાતડ ગામે રહેતા દાઉદભાઇ અભુભખર લૂહાર (ઉ.વ.35)ના ઘરમાં ગત 30જુલાઇના સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ગામના કાસમ ઇસ્માઇલ સમેજા નામના શખ્સે દાઉદભાઇના ઘરમાં પ્રવેશ કરીને તેની પથારીના ઓશીકા નીચે રાખેલુ પર્સ બળજબરીથી લૂટી લીધું હતું. પર્સમાં 27,500ની રોકડની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો હતો. લૂટ ચલાવનાર કૌટુંબીક હોવાથી અસમંજસમાં રહ્યા બાદ આખરે 6 દિવસ બાદ કોઠારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કાસમ ઇસ્માઇલ સમેજાને ઝડપી પાડીને રૂપિયા રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...