લાકડિયામાં 6 દિવસ પહેલાં પોલીસ કર્મી અને શિક્ષક વચ્ચેની બબાલ બાદ પોલીસકર્મીની ફરિયાદ મુજબ, જેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો તે પૈકી નાનજી મેરામણ વાણીયાની ધરપકડ કરી પોલીસ મથકે લઇ અવાયા બાદ ગત બપોરે ત્યાં એકઠા થયેલા 100 થી વધુ લોકોનના ટોળાએ લાકડિયા પોલીસ મથક ઉપર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે ટીયરગેસના છ રાઉન્ડ છોડ્યા હતા.
તે બનાવમાં ઇજા પામેલા પોલીસ કર્મી જયેશ પારગીએ પ્રવિણ કાથળ વાણીયા, રાહુલ ઉર્ફે નવિન ભચુ વાણીયા, ગૌતમ દાના વાણીયા, દિનેશ ઉગા વાણીયા, ગૌતમ નાનજી વાણીયા, જગદિશ પાલા વાણીયા, રામજી હરિ વાણીયા, નિતિન લખમણ વાણીયા, દાના રાજા વાણીયા, લાશુ દાના વાણીયા, વિષ્ણુ ભુરા વાણીયા, મુકેશ દાના વાણીયા, શંભુ પાલા વાણીયા, ઘોઘા લખમણ વાણીયા, હરેશ ભારૂ વાણીયા, રમેશ બાબુ વાણીયા, જીજ્ઞેશ હમીર વાણીયા, ખીમજી મેઘા વાણીયા, મુકેશ લચ્છુ ગરવા, સોલંકી મેહુલ નાનજી, લખમણ ઉર્ફે લખો વેલા વાણીયા, રમેશ ભચુ વાણીયા, હમીર વેલા વાણીયા, કલ્પેશ નાયા વાણીયા, રાહુલ પચાણ સોલંકી, સામા નાયા પરમાર, મહેશ વીરમ પરમાર, હરખા મેઘા પરમાર, આલા મેઘા પરમાર, અશોક ધના વાણીયા, અજા મેઘા પરમાર, મનોજ ગેલા પરમાર, કાના વેરશી વાણીયા, સોલંકી જીતુ, રાકેશ ભુરા વાણીયા, ગીરધર નાયા વાણીયા, લખમણ શંભુ વાણીયા, ચેતન ખીમજી વાણીયા, દેશરા મલુ સોલંકી, વેરશી રાજા વાણીયા, લખમણ વાણીયા, અશોક પરમાર, કંકુબેન વાણીયા અને કિંજલબેન મુકેશ વાણીયા સહિત કુલ 42 વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જો કે, સામે આ ઘટનામાં પોલીસ કર્મીની ફરિયાદ નોંધાય છે, પોલીસ ઉપર હુમલાની ફરિયાદ નોંધાય છે તો છ દિવસ પહેલાં બનેલી ઘટનામાં ફરિયાદી શિક્ષકની ફરીયાદમાં માત્ર એનસી કેસ કરીને કેમ મુકી દેવાયો જેવા અનેક સવાલો પોલીસ સમક્ષ ખડા થયા છે.
આમ આદમી પાર્ટીએ પણ ઘરમાં જઇ ખરાબ વર્તન કરનાર પોલીસ કર્મી સામે ગુનો નોંધવા માંગ કરી
આ ઘટનામાં પોલીસે ઘરે જઇ મારકૂટ કરી હોવાના આક્ષેપ કરી જો પોલીસ કર્મીને માર મરાયો હોવાની ફરિયાદ નોંધાતી હોય, તો જે પોલીસ કર્મીઓએ ઘરે જઇને મારકૂટ કરી છે તે પોલીસ કર્મીઓ વિરુધ્ધ પણ ગુનો નોંધવા આમ આદમી પાર્ટીએ એસપી સમક્ષ રજુઆત કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છ દિવસ પહેલાં વોકિંગમાં નિકળેલા શિક્ષકની પોલીસ કર્મી અશોક જોરાભાઇ ચૌધરી સાથે બબાલ થઇ તેમાં શિક્ષકે તે જ સમયે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં માત્ર એનસી કેસ કરાયો હોવાની રજુઆત તેમણે એસપીને કરી ગુનો નોંધવા પણ માંગ કરી હતી તો તેમની ફરિયાદ શા માટે ન નોંધાઇ તેવા પ્રશ્નો ખડા થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.