મોટી હોનારત ટળી:કંડલાના દિન દયાળ બંદર પર એક માલવાહક જહાજ એન્કર તૂટી જતા દરિયામાં ફંગોળાયુ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટ પ્રસાસન દ્વારા તાકીદની કામગીરી દ્વારા મૂળ સ્થિતિમાં લવાયું
  • સદભાગ્યે સમયસરની કાર્યવાહીથી મોટી હોનારત ટળી

દેશના પ્રતિષ્ઠિત કંડલા સ્થિત દિન દયાળ બંદર ખાતે આજે બપોરે 4 વાગ્યાની આસપાસ એક અસામાન્ય ઘટનામાં મહાકાય જહાજ એન્કરના રસ્સા તૂટી પડવાના કારણે દરિયાના પાણીમાં ફંગોળાઈ જવા પામ્યું હતું. ઘટનાની જાણ જહાજના પાયલોટ દ્વારા સિગ્નેલ સ્ટેશનમાં આપતા પોર્ટ પ્રસાસન તુરંત કાર્યશીલ બની જહાજને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરી મૂળ સ્થિતિમાં લાવી દીધું હતું.

કંડલા પોર્ટની કાર્ગો જેટી નંબર 16 ઉપર મેઘના એનર્જી નામક મહાકાય માલવાહક જહાજ દરિયાના પાણીમાં કરન્ટ આવતા નિયત સ્થળેથી ખસી ગયું હતું. જહાજ ખેંચાઈ જતા તેના ખૂંટા અને રસ્સા તૂટી ગયા હતા, જેના પગલે જહાજ જેટીથી થોડે દુર દરિયામાં ફંગોળાઈ ગયું હતું.

અતિ ગંભીર પ્રકારની આ ઘટનાની જાણ જહાજ પરના ક્રુ મેમ્બર દ્વારા પોર્ટના સિગ્નલ સ્ટેશન ખાતે આપવામાં આવતા ઘડી ભર માટે અફરાતફરીનો માહોલ ખડો થઈ ગયો હતો. આ વિશે પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે પોર્ટ તંત્ર દ્વારા તાકીદની કામગીરી હાથ ધરી બે ટગ દરિયામાં ઉતારી હતી અને પાયલોટ દ્વારા જહાજને એક કલાકની જહેમત બાદ મૂળ સ્થિતિમાં લાવી દીધું હતું. અલબત્ત જહાજ સલામત રીતે સ્થિર થઈ જતા કરોડો રૂપિયાના જહાજ અને તેમાં રહેલો કિંમતી સામાન બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...