અકસ્માતે ગોળી વાગતાં જવાન ઇજાગ્રસ્ત:લખપતના કોટેશ્વર નજીક BSFના જવાનને ગોળી વાગતાં સારવાર અર્થે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોટેશ્વરના BOP પાસે સર્વિસ રાયફલમાંથી ગોળી વાગતાં જવાન ઇજાગ્રસ્ત થયો

કચ્છના સરહદી લખપત તાલુકાના કોટેશ્વર નજીક આજે મંગળવારે સીમા સુરક્ષા દળના એક જવાનને સર્વિસ રાયફલની ગોળી અકસ્માતે લાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જવાનને તાકીદે સારવાર માટે કોટેશ્વરથી એરલીફ્ટ કરી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આ વિશે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખપતના કોટેશ્વર કેમ્પ ખાતેના BOP પર જવાનને સર્વિસ રાયફલમાંથી અકસ્માતે ફાયરિંગ થતા ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાઓને લઈ BSF દ્વારા ઇજગ્રસ્ત જવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હેલિકોપ્ટર મારફતે ભુજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઉપરાંત તેને જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન આ સર્વિસ રાયફલ ઇજગ્રસ્ત જવાનની હતી કે અન્ય સાથી જવાનની તે વિશેની સચોટ માહિતી હાલ જાણી શકાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...