મનોમંથન:ભુજમાં આજે પોલિયો અને સમાજ વિકાસ વિષયક મનોમંથન કરાશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ,ગુજરાતની 100 રોટરી ક્લબનો સેમિનાર યોજાશે

ભુજની રોટરી કલબ દ્વારા આજે તા. 14 નવેમ્બરે સ્થાનિકે રોટરી ડિસ્ટ્રિક્ટ -3054 ના મોવડીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલિયો નાબૂદી અને સમાજ વિકાસ ફંડ વિશે કચ્છ અને ગુજરાતની 100 રોટરી ક્લબના મોવડીઓ મનોમંથન કરશે.

ક્લબ પ્રમુખ અભિજીત ધોળકીયા ના જણાવ્યા મુજબ કચ્છ,ગુજરાત અને રાજસ્થાનની 181 કલબોની બનેલી રોટરી ડિસ્ટ્રિક્ટ 3054 પૈકી કચ્છ- ગુજરાત રીજીયનનાં પ્રમુખ, મંત્રી, ટી.આર. એફ. અને પોલિયો કમિટીના ચેરમેનો સહિતના અગ્રીમ હરોળના આગેવાનો આ સેમિનારમાં જોડાશે અને રોટરી ઇન્ટર નેશનલ દ્વારા થતી સમાજ ઉત્થાન માટે અપાતી ગ્રાન્ટ અને પોલિયો અટકાવ સંબધી આંતર રાષ્ટ્રીય ગતિવિધિઓથી તમામ કલબોને અવગત કરવામાં આવશે.

કાર્યક્રમની વિગતો આપતા આસી. ગવર્નર પ્રફુલ્લ ઠક્કરે જણાવ્યું હતું કે,ચેરમેન ભુપેશ ઠકકર અને મંત્રી હેમેન શાહના આવકાર સાથે શરૂ થનારા સેમિનારને ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક મંગલ દ્વારા ખુલો મુકાશે ત્યારબાદ વિવિધ વિષયો પર તજજ્ઞો પી. .ડી. જી. ભરત ધોળકીયા, પી.ડી. જી લલીત શર્મા, ડો.નવીન ઠકકર, જ્ઞાનેશ્વર રાવ, નૈમેષ રવાણી, ડો.હર્ષદ ઉદેશી, મોહનભાઇ શાહ, ડીસ્ટ્રીકટ ટ્રેનર મૌલીન પટેલ વિગેરે તાલીમબદ્ધ કરશે. રોટરી હોલ અને ભુજ ઈંગ્લીશ સ્કૂલ ખાતે યોજાનારા આ એક દિવસીય સેમિનારના અંતિમ સેશનમાં ખુલ્લા મંચમાં પ્રશ્નોતરી ઉપરાંત મોવડીઓના મંતવ્યો પણ જાણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...