તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:શહેરમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર પકડાયો

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દવાઓ સહિત 44,954નો મુદામાલ જપ્ત કર્યો

ભુજના દાદુપરી રોડ પરથી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પ્રકટીસ કરતા ઉંટવૈદને દવાઓ અને સાધન સહિત 44,954ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. કચ્છ સહિત રાજ્યભરમાં બોગસ તબીબો સામે પગલા લેવાના આદેશો છુટ્યા છે.

ભુજના દાદુપરી રોડ જવાના રસ્તે ડોકટર અરવિંદ મિસ્ત્રી નામના દવાખાનામાં કોઇ પણ ડીગ્રી વિના લાંબા સમયથી અબ્દુલ ઇબ્રાહિમ ચૌહાણ (ઉ.વ.60) રહે ઢેબા ફળિયા ભીડનાકા બહાર ગેરકાયદે પ્રેકટીશ કરીને ગરીબ લોકોને તપાસી દવા આપતો હોવાની બાતમી મળતાં બી ડિવિઝન પોલીસ મથકના આર.ડી.ગોંજીયા અને તેમની ટીમે આરોગ્યો ખાતાના મેડીકલ ઓફિસર ડોકટર ખેતાજી ભુરજી સોઢા સાથે રાખીને ગેરકાયે પ્રેકટીસ કરતા તબીબને ઝડપી પાડ્યો હતો. બોગસ તબીબના કબજામાંથી સાધનો અને દવાઓ સહિત 44,954નો મુદમાલ કબજે લઇને, ગુનો નોંધી તપાસ પી.એસ.આઇ વી.આર.ઉલ્વાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...