તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અબડાસાના ભાજપના ધારાસભ્યએ ખાતરમાં કરાયેલો ભાવ વધારો પરત ખેચવાની માગ કરી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધતા ખાતરની ખરીદી ખેડૂતો માટે કપરી બની હોવાની રજૂઆત

પશ્ચિમ કચ્છના અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આમતો ભાજપ પક્ષનાજ છે. પરંતુ જ્યાંરે પણ પ્રજાલક્ષી પ્રશ્ન ઉદભવે ત્યારે સરકારમાં રજુઆત કરવા હંમેશા આગળ આવી જાય છે. આવીજ એક રજુઆત તેમને ખાતર ભાવ વધારાને લઈને સરકાર સમક્ષ કરી હતી.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત પદાધિકારીઓ સમક્ષ પત્ર દ્વારા ખાતરના ભાવ અંગે ફેર વિચારણા કરવાની રજુઆત કરી છે. તેમના જણાવ્યું અનુસાર વર્ષની મુખ્ય ખેતીની સિઝન હવે શરૂ થવાની છે. ત્યારે ચોમાસા પહેલા ખેતી કરવા ખાતર અનિવાર્ય છે. પણ આ ભાવે ખાતર ખરીદવું ખેડૂતવર્ગ માટે ખૂબ કપરું છે. એરંડા, મગફળી, કપાસ સહિતના પાક જમીન ઊંડી ગઈ હોવાથી, ખાતર વગર ખેતી કરવી અશક્ય છે. ત્યારે ખાતરમાં ભાવ વધારો ખેડૂતોને પોસાય એમ નથી, હું ખુદ એક ખેડૂત છું. તેથી ખેડૂતની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છું. માટે સરકાર પાસે મેં ખાતરના ભાવ માટે યોગ્ય નિર્ણય લેવા રજુઆત કરી છે.

ખાતર ભાવ વધારાને લઈ જગતના તાત્મા ગણના થતા ખેડૂત વર્ગની હાલત કફોડી બની ગયાનું માલુમ પડ્યું છે, આ વિશે અનેક સ્થળે નારાજગીના સુર ઉઠવા પામ્યા હતા. ત્યારે ખુદ સરકારમાં રહેલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી બિન્ધાસ્ત રજૂઆતની જિલ્લાના લોકોમાં ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...