શંકાસ્પદ બાંગ્લાદેશી સગીર ઝડપાયો:લખપતના બીબી કા કુંવા પાસેના બીએસએફ કેમ્પ પાસેથી શંકાસ્પદ રીતે ફરતો બાંગ્લાદેશી સગીર મળી આવ્યો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએફ દ્વારા યુવકને દયાપર પોલીસમાં સુપર્ત કરવામાં આવ્યો હતો
  • સગીરને સૂચના અનુસાર ભુજ ઇન્ટ્રોગેશન સેલ ખાતે મોકલી અપાયો

કચ્છના સરહદી પ્રદેશ લખપત પાસે આવેલા બોર્ડર સિક્યોરીટી ફોર્સના કેમ્પ નજીકથી ગઈકાલે બુધવારે સવારે એક 17 વર્ષીય સગીર વયના બાંગલાદેશી યુવકને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ રીતે પ્રતિબંધિત કેમ્પ નજીક ફરી રહેલા સગીરને બાદમાં જવાનોએ દયાપર પોલીસ મથકે સુપર્ત કર્યો હતો. આ યુવક પાસેથી રૂ. 1830 રોકડા અને બે વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા છે. જેને આજે ગુરૂવારે ભુજ ઇન્ટ્રોગેશન કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રો અનુસાર લખપત તાલુકાના સરહદી રણ વિસ્તારમાં આવેલા બીએસએફના પ્રતિબંધિત બીબી કા કુંવા પાસેના કેમ્પ પાસેથી બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ શંકાસ્પદ રીતે ફરી રહેલા 17 વર્ષીય બાંગ્લાદેશી યુવક મોહમ્મદ ઝકરિયા ખુરશીદ આલમને ફરજ પરના જવાનોએ ઝડપી પાડ્યો હતો. દયાપરથી ભરત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર જીન્સ-ટીશર્ટ પહેરેલા સંદિગ્ધ યુવકને બાદમાં દયાપર પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો. દયાપર પોલીસે ઘુસણખોર યુવકને સૂચના અનુસાર ભુજ ઇન્ટ્રોગેશન સેલ ખાતે મોકલી આપ્યો હતો.

ભુજ ખાતે લવાયેલા યુવકની પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તેમજ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે ત્રણ દિવસ પૂર્વે દરીયાઇ વિસ્તાર કોટેશ્વર નજીક મેગા લશ્કરી કવાયત યોજાઈ હતી, જેના પછી ગત રાત્રે વ્યવસ્થિત લાગતા અને માત્ર બાંગ્લા ભાષા બોલતા યુવકની ગેરકાયદેસરની પેશકદમી સીમા સુરક્ષા માટે ગંભીર ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...