કોરોનાવાઈરસ:99,99,99,999 નવકાર મહામંત્ર જાપનું મહા અનુષ્ઠાન

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે ફેલાયેલી કોરોના મહામારી સંકટમાં જગતભરના જીવોની રક્ષા અર્થે જૈન ધર્મના પુણ્ય પ્રભાવક એવા નવકાર મહામંત્રના 99,99,99,999 સામૂહિક જપનું એક જ સમયે ઐતિહસિક આયોજન કરવામાં આવ્યું છે. તા.31મે સવારે 8.41 મિનિટે નવકાર મહામંત્રના પ્રણેતા અને આયોજક ધર્મેશ અને નવકાર પરિવારના ઉપક્રમે ચારેય ફિરકાના જૈન સંત સતીજીઓ સહિત વિશ્વભરના જૈનો ઓનલાઇન એક જ સમયે આ મહામંત્રના ઐતિહાસિક અનુષ્ઠાનમાં જોડાઈ વૈશ્વિક મહામારીને નાથવા મહામંત્રના નાદ વડે વાતાવરણમાં શુભત્વનો પ્રચાર કરશે. સમગ્ર વિશ્વને નવકારમય બનાવવાના સામૂહિક જાપના એલાનમાં અત્યાર સુધી 10 લાખથી વધુ સાધકો જોડાઇ ચૂક્યા છે ત્યારે રવિવારે સમગ્ર કચ્છના તમામ ફિરકાના ગામેગામના જૈનો અને જૈનેતરોને પણ આ અનુષ્ઠાનમાં જોડાવા માધાપર સ્થિત રમેશભાઈ ઓઝા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...