કોરોના રસીકરણ:શાળાએ જતા 90 હજાર વિદ્યાર્થીઓ રસીનો ફર્સ્ટ ડોઝ લઈ સુરક્ષિત બન્યા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાળાએ ન જતા હોય તેવા કિશોરોને શોધી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે

3 જાન્યુઆરીથી કચ્છમાં કિશોર અને કિશોરીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે,જેમાં બાળકોએ ઉત્સાહ દાખવતા માત્ર સપ્તાહમાં જ શાળાએ જતા તમામ છાત્રો રસીનો પ્રથમ ડોઝ લઈને સુરક્ષિત બન્યા છે.જેથી હવે શાળાએ ન જતા હોય તેવા કિશોર અને કિશોરીઓને રસી આપવા માટે તંત્ર દ્વારા વ્યાયામ હાથ ધરીને ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા વર્ષ 2004 થી 2007 ના વર્ષ દરમ્યાન કચ્છ જિલ્લાના જન્મ-મરણના આંકડાના આધારે દોઢ લાખ તરૂણોને રસી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.જેમાં 90 હજાર વિદ્યાથીઓ ધો.9 થી 12 ની શાળામાં અભ્યાસ કરે છે.

જેઓને સ્કૂલમાં જ કેમ્પ યોજી રસી આપવામાં આવી છે જ્યારે હજી પણ 60 હજાર લાભાર્થી બાકી છે જેઓ શાળાએ જતા નથી. જેથી તેઓને શોધીને વેકસીનનો ડોઝ આપવામાં આવશે.આ માટે લેબર કોલોની,શ્રમિક વસાહતો સહિતના એરિયામાં ખાસ ડ્રાઇવ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...