તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન દ્વારા એકજ દિવસમાં 9 હજાર સીસી રક્ત એકત્ર કરવમાં આવ્યું

ભુજ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજ, નખત્રાણા, દહીંસરા, મેગપર, સણોસરા, સહિત કચ્છ ભરના રબારી સમાજના યુવકોએ રક્તદાન કર્યું

ભુજ ખાતે અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 હજાર સીસી જેટલું રક્ત એકત્ર કરી દાન કરવામાં હતું. હાલ કોરોના મહામારીમાં રક્તની અછત ન સર્જાય એવા શુભ આશયથી અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠનના યુવાનોએ રક્ત દાન કરવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો.

સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે રક્તદાન

સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરી તમામે માસ્ક પહેરી રક્તદાન કર્યું હતું. તમામ યુવાનોનો માગપટ સંગઠન દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. તેમજ યુવાનોએ કોરોના મહામારી સામે રક્ષા કવચ વેક્સિન અવશ્ય મુકાવી અને સમાજમા વધુ વેક્સિનેશન થાય એવા પ્રયાસો કરવા યુવા સંગઠનના પ્રમુખ રાજેશ રબારીએ અપીલ કરી હતી. રક્તદાન કરવા બદલ સંગઠનના ઉપ પ્રમુખ જયેશ રબારીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભુજ ભગત લેબોરેટરીમાં 9 હજાર સીસી રક્તદાન કર્યું

બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે રાજેસ મમુ રબારી, જયેશ રાજા રબારી, રમેશ રબારી સણોસરા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. ભુજ, નખત્રાણા દહીંસરા, મેગપર, સણોસરા, તેમજ સમગ્ર કચ્છ જીલ્લામાંથી રબારી સમાજના યુવાનોએ પધારી ભુજ ભગત લેબોરેટરીમાં 9 હજાર સીસી રક્તદાન કર્યું, એવું નખત્રાણાના લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો