તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરિતીની આશંકા:પાન્ધ્રો ITIમાં લર્નિંગ લાયસન્સ પરીક્ષાનું 90 ટકા પરિણામ !

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા એક માસમાં 167 અરજદારોએ ટેસ્ટ આપી, 22 નાપાસ બાકીના તમામને પાસ કરી દેવાયા
  • અન્ય ITIમાં કામગીરી ચાલુ પણ પાન્ધ્રોનું પરિણામ સાૈથી વધુ હોતાં ગેરરિતીની આશંકા : ગાંધીધામના સેન્ટરમાં પણ ગેરરિતી સામે આવી હતી

કચ્છમાં છેલ્લા બે વર્ષથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની સત્તા અાઇ.ટી.અાઇ.ને સોંપવામાં અાવી છે, જિલ્લાની અાઠ જેટલા અાઇ.ટી.અાઇ. સંકુલમાં લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે. છેલ્લા અેક માસમાં લખપત તાલુકાના પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.નું પરિણામ અન્ય સંકુલની સરખામણીએ સાૈથી વધુ આવ્યું છે. તાજેતરમાં આવેલા પરિણામ મુજબ લાયસન્સ માટે પરીક્ષા આપનારા 90 ટકા જેટલા અરજદારો પાસ થયા છે જયારે અન્ય સંકુલોમાં પરિણામનો રેશીયો 65 ટકાથી 70 ટકા સુધી જ છે.

ગાંધીધામના વાયા સેન્ટરમાં પણ પરિણામ વધુ અાવતા ગેરરિતીની ગંધ અાવી હતી બાદમાં સેન્ટરને તાળા લાગ્યા હતા, તો અા પાન્ધ્રો અાઇટીઅાઇનું હાઇઅેસ્ટ પરિણામ ગેરરિતી સૂચવે છે કે કેમ તેવી આશંકા સેવાઇ રહી છે.અાર.ટી.અો.માં લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયાના અેક માસ બાદ ટેસ્ટ અાપી પાકુ લાયસન્સ મેળવી શકાતુ હતુ, જો કે અાર.ટી.અો.માં લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં ભ્રષ્ટાચાર અાચરાતો હોવાના મુદ્દાને અાગળ ધરી સરકારે લર્નિંગ લાયસન્સની સત્તા અાર.ટી.અો. પાસેથી છિનવી લીધી હતી.

જે લાયસન્સ ઇસ્યુ કરવાની સત્તા અાઇ.ટી.અાઇ., ખાનગી સેન્ટર અને પોલીટેકનિક કોલેજને અપાઇ છે. છેલ્લા બે વર્ષથી કચ્છની અાઠ જેટલી અાઇટીઅાઇ અને પોલીટેક્નિક કોલેજમાં લર્નિંગ લાયસન્સ માટે અરજદારોની અેપોઇન્ટમેન્ટ સ્વિકારાય છે. ગાંધીધામના વેસ્ટર્ન ઇન્ડિયા અોટોમોબાઇલ અેસોસિઅેશનના સેન્ટરમાં પણ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં અાવતા પણ પરિણામનો રેસિયો વધુ હોતા ગેરરિતી અાચરાતી હોવાની શંકા ઉપજી હતી અને સંબંધિતો દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ ટાણે આ કેન્દ્રમાં ચાલતી ગેરરિતી સામે અાવી હતી બાદમાં સેન્ટરને હજુ સુધી તાળા લાગેલા છે.

અામ, છેલ્લા થોડાક સમયથી પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં પણ ગેરરિતી અાચરાતી હોવાની વાત ચર્ચાઇ છે, જેથી પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં અરજદારોની સંખ્યા અને પાસ-નાપાસનો અાંકડો જોતા અાશંકા ઉપજાવે તેવો છે. જિલ્લાના કોઇ સેન્ટરમાં પરિણામનો રેસિયો પાન્ધ્રો અાઇટીઅાઇ જેવો નથી. ત્રણ જુનથી 29 જુન સુધી 167 અરજદારોની અેપોઇન્ટમેન્ટ પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં સ્વિકારાઇ છે જેમાંથી 22 અરજદારો જ નાપાસ થયા છે બાકીના તમામને પાસ કરી દેવામાં અાવ્યા હોવાની ચર્ચાઅે જોર પકડયું છે.

પાસ થયેલા અરજદારોના સરનામા ચકાસાય તો નવાજુની થાય
પાન્ધ્રો અાઇ.ટી.અાઇ. લખપત તાલુકાના અરજદારો માટે નજીક પડે તેમ છે, જો કે પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં કોમ્પ્યુટર પરીક્ષા અાપવામાં મિલીભગત કરી લર્નીંગ લાયસન્સ ઇસ્યુ કરી અપાતો હોવાની વાત સામે અાવી છે જેના લીધે જ પરિણામ અન્ય અાઇ.ટી.અાઇ.થી વધુ છે.

અામ, જો લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયા છે તેમના સરનામા ચકાસાય તો તે અન્ય તાલુકાના અરજદારો હશે જે સેટિંગ કરવા માટે પાન્ધ્રો સુધી ધક્કો ખાઇ લર્નિંગ લાયસન્સ મેળવ્યો હશે. અામ, અાર.ટી.અો તરફથી પાસ થયેલા અરજદારોના સરનામા ચકાસાય તો ગાંધીધામ વાયા સેન્ટર જેવી નવાજૂની પાન્ધ્રો અાઇ.ટી.અાઇ.માં થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...